ETV Bharat / state

ડાંગમાં મેઘો મુશળધાર: ભારે વરસાદથી અનેક વૃક્ષો થયા ધરાશાયી - Janral nolej Gujarati

ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ (Monsoon Gujarat 2022 )વરસી રહ્યો છે. સૌથી વધારે દક્ષિણ ગુજરાતમાં વરસાદ નોંધાયો છે. ડાંજ જિલ્લામાં પણ સારો (Heavy rains in Dangs)વરસાદ નોંધાયો છે. જિલ્લા ફ્લડ કન્ટ્રોલ કક્ષ તરફથી પ્રાપ્ત થયેલી વિગતો અનુસાર ડાંગ જિલ્લામાં આજે બાર કલાક દરમિયાન સરેરાશ 83.25 મી.મી. વરસાદ નોંધાયો છે.

ડાંગમાં મેઘો મુશળધાર: બાર કલાકમા 83.25 મી.મી. વરસાદ ખાબક્યો

author img

By

Published : Jul 9, 2022, 1:00 PM IST

ડાંગ: જિલ્લા ફ્લડ કન્ટ્રોલ કક્ષ તરફથી પ્રાપ્ત થયેલી વિગતો (Monsoon Gujarat 2022 ) અનુસાર ડાંગ જિલ્લામાં આજે બાર કલાક દરમિયાન સરેરાશ 83.25 મી.મી. વરસાદ (average rainfall in Dang)નોંધાયો છે. આહવા તાલુકામા 74 મી.મી. (કુલ 393 મી.મી.), વઘઇ ખાતે 106 મી.મી. (407 મી.મી.), સુબિર ખાતે 57 મી.મી. (396 મી.મી.) અને સાપુતારા પંથકમા 96 મી.મી. (કુલ 359 મી.મી.) વરસાદ નોંધાતા (Heavy rains in Dangs)અહીં છેલ્લા બાર કલાકમા કુલ 333 મી.મી. વરસાદ નોંધાયો છે. સરેરાશ 83.25 મી.મી. વરસાદ ફકડ કન્ટ્રોલ કક્ષાના ચોપડે નોંધાયો છે.

આ પણ વાંચોઃ રાજ્યમાં ભારે વરસાદથી વિવિધ જિલ્લાની નદીઓ થઈ ગાંડીતુર, જુઓ ક્યાં કેટલો વરસાદ

છ જેટલા માર્ગો ઉપર વરસાદી પાણી ફરી વળ્યું - ભારે વરસાદને પગલે ડાંગ જિલ્લાના છ જેટલા માર્ગો ઉપર વરસાદી પાણી ફરી વળ્યું છે. જેમાં સતી-વાંગણ-કુત્તરનાચ્યા રોડ, બોરખલ-ગાયખાસ-ચવડવેલ રોડ, ભવાનદગડ-ધુલચોન્ડ-આમસરવલણ રોડ, નાનાપાડા-કુમારબંધ-બોરદહાડ રોડ, ઘોડવહળ વી.એ.રીડ, તથા ઢાઢરા વી.એ.રોડ યાતાયાત માટે બંધ થયા છે.

આ પણ વાંચોઃ અમરનાથ યાત્રામાં રેસ્ક્યુ ઓપરેશન ચાલુ, 6 લોકો એરલિફ્ટ, 16ના મોત

માર્ગમાં વૃક્ષો ધરાશાયી થયા - ડુંગરાળ અને ખડકાળ વિસ્તારમા આવેલા ડાંગ જિલ્લામા ભારે વરસાદને કારણે આહવા-વઘઇ રોડ ઉપર શિવ ઘાટમા ભેખડો સાથે કાળમીંઢ શિલાઓ, માટી, તથા મલબો રોડ ઉપર ધસી પડ્યો હતો. જ્યારે આહવા-સાપુતારા ઘાટ માર્ગમાં વૃક્ષો ધરાશાયી થયા હતા. સતત એલર્ટ રહેલા તંત્રે ગણતરીના કલાકોમા દૂર કરી માર્ગ ખુલ્લો કર્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.