- આહવા સિવિલથી વલસાડ ટ્રાન્સફર કરેલી સગર્ભા મહિલાની રસ્તામાં સફળ પ્રસુતિ
- 108ની ટીમે રસ્તામાં જ મહિલાની સફળ પ્રસુતિ કરાવી
- આહવામાં ગાયનેકોલોજિસ્ટનાં હોવાનાં કારણે વલસાડ ટ્રાન્સફર કરવામાં આવી
ડાંગ: જિલ્લાનાં અંતરિયાળ વિસ્તારમાં આવેલા ગાઠવિહીર ગામની મહિલા ગુજ્જુબેન મુરલીધરભાઈ પવાર ઉંમર વર્ષ 22ને પ્રસુતિનો દુઃખાવો થતાં 108 મારફતે આહવા સિવિલમાં દાખલ કરવામાં આવી હતી. આ મહિલાને આહવા સિવિલથી વલસાડ હોસ્પિટલમાં રીફર કરતા રસ્તામાં જ પ્રસુતિ કરવાની નોબત ઉભી થતાં 108 કર્મીઓ દ્વારા રસ્તામાં જ મહિલાની સફળ પ્રસુતિ કરાવી હતી.
આ પણ વાંચો: સુરતમાં ગર્ભવતી મહિલા માટે ફાયરના જવાનો દેવદૂત બન્યા
સગર્ભા મહિલાને વલસાડ ટ્રાન્સફર કરવામાં આવી હતી
આ મહિલાને પ્રથમ પ્રસુતિ વખતે સિઝર કર્યું હતું. આહવા સિવિલ હોસ્પિટલમાં ગાયનેકોલોજિસ્ટનાં હોવાનાં કારણે સિવિલ સ્ટાફ દ્વારા વલસાડ રીફર કરવામાં આવી હતી. 108ની ટીમ મહિલાને વલસાડ લઈ જતી વેળાએ વાંસદા ચીખલી હાઈ-વે ઉપર કંબોયા ગામ સગર્ભા મહિલાને પ્રસૂતિનો અસહ્ય દુઃખાવો થતાં નજીકના મોતી રે હાઈવે ઉપર તાત્કાલિક ધોરણે એમ્બ્યુલન્સના પાયલોટ સમીર કે. સૈયદ રોડની સાઇડ પર એમ્બ્યુલન્સને પાર્ક કરી 108ના કર્મચારી EMT છોટુ ભાઈ ચૌધરી એમ્બુલન્સમાં જ ડીલેવરી કરવાની ફરજ પડતા એમની સૂઝબૂઝથી છોટુભાઈ ચૌધરીએ માતા તથા નવજાત શિશુને બચાવી નવજીવન બક્ષ્યું હતું.
આ પણ વાંચો: ગીર-સોમનાથમાં સિંહોએ રસ્તો રોકતા 108 એમ્બ્યુલન્સમાં કરાઈ મહિલાની પ્રસુતિ
108ની ટીમે મહિલાની સફળ પ્રસુતિ કરાવતાં તેઓની કામગીરીને બિરદાવી
કોરોના જેવી મહામારીમાં પણ આવા 108ના EMT છોટુ ભાઈ ચૌધરી PILOT સમીર કે સૈયદ દૂતોએ લાઇફ સેવિંગનું કાર્ય કર્યું હતું. 108 આહવા ડાંગના EME સંજયભાઈ વાઘમારે અને ગામ મેનેજર દિનેશ ઉપાધ્યાયે આ કામગીરીને બિરદાવી હતી. મેડિકલ ટેક્નિશિયન છોટુભાઈ ચૌધરી તથા પાયલોટ સમીરભાઈ કે. સૈયદ આવી કપરી પરિસ્થિતિમાં દર્દીનો જીવ બચાવ્યો હોવાથી તેમની કામગીરીને ડોક્ટરો તથા મહિલાના પરિવાર દ્વારા તેઓની કામગીરીને બિરદાવી હતી.