ETV Bharat / state

કોરોના વાઇરસની કામગીરીનું નિરક્ષણ કરવા ડાંગની મુલાકાત લેતા અધિકારીઓ - સ્ટેટ મોનીટરીંગ અધિકારીએ ડાંગ જિલ્લાની મુલાકાત લીધી

સમગ્ર દેશમાં ફેલાયેલા કોરોના વાઇરસ વૈશ્વિક મહામારીએ ગુજરાત રાજ્યને ઝપેટમાં લીધુ છે. ત્યારે ગુજરાત રાજ્યના છેવાડે આવેલા ડાંગ જિલ્લો પણ આ મહામારી સામે લડી રહ્યો છે. ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગાંધીનગરના નિયામક કક્ષાના અધિકારીઓએ કોરોના સામે ચાલી રહેલી કામગીરીનું મોનીટરીંગ માટે ડાંગ પહોંચ્યા હતા.

કોરોના વાઇરસની કામગીરીનું નિરક્ષણ કરવા સ્ટેટ મોનીટરીંગ અધિકારીએ ડાંગ જિલ્લાની મુલાકાત લીધી

author img

By

Published : May 14, 2020, 10:31 PM IST

ડાંગ: ડો.જી.સી.પટેલ, નાયબ નિયામક (એપેડેમિક)એ ડાંગ કલેકટર એન.કે.ડામોર અને જિલ્લા વહીવટી તંત્ર તેમજ આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી. કોરોના વાઇરસની જિલ્લામાં થયેલી વિવિધ કામગીરી અને આરોગ્યની સુવિધા અંગે સમીક્ષા કરવામાં આવી હતી. અત્યાર સુધીમાં જિલ્લા વહીવટી તંત્રએ કરેલા કામગીરી બાબતે નાયબ નિયામકે સંતોષ વ્યક્ત કર્યો હતો.

જિલ્લામાં કોવિડ-19ના કુલ-3 પોઝિટિવ કેસ નોંધાયેલા હતા અને કોવિડ કેર સેન્ટર, સી.એચ.સી.સુબીર અને શામગહાન ખાતે સફળ સારવાર બાદ સેમ્પલ નેગેટીવ આવતા તંત્રએ દર્દીઓને સન્માનભેર વિદાય આપી હતી. આ બાબતે જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગના સંયુક્ત ઉપક્રમે થતી કામગીરીની નાયબ નિયામકે સરાહના કરી હતી.

આ ઉપરાંત ડો.જી.સી.પટેલે જિલ્લામાં આવેલી કોવિડ હોસ્પિટલ આહવાની મુલાકાત લીધી હતી. જનરલ હોસ્પિટલના અધિક્ષક ડો.રશ્મિકાંત કોંકણીએ અત્યાર સુધી હોસ્પિટલ દ્વારા લેવામાં આવતા લોહીના સેમ્પલની કામગીરી તથા હોસ્પિટલની સુવિધા બાબતે જાણકારી આપી હતી.

ડો.જી.સી.પટેલે જિલ્લામાં આવેલા સામુહિક આરોગ્ય કેન્દ્ર-વધઇની મુલાકાત લઇ કોવિડ કેર સેન્ટરની સુવિધા અંગેની માહિતી મેળવી જરૂરી માર્ગદર્શન પુરૂ પાડયું હતું. આરોગ્ય કાર્યકરોની ટીમ દ્વારા કોરોના વાઇરસ સંક્રમણના અટકાયતી પગલા તરીકે ચાલતા દૈનિક સર્વેલન્સ અને ડેટા એન્ટ્રીની કામગીરી તથા જિલ્લા બહારથી આવેલા વ્યક્તિઓ અને શ્રમિકોનું સ્ક્રીનીંગ, હોમકવોરન્ટાઇન તથા આઇ.ઇ.સી.ની કામગીરીનું મોનીટરીંગ કર્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.