ડાંગઃ જિલ્લાનો કોરોના મુક્ત બન્યો છે, ત્યારે સોશિયલ ડિસ્ટનસીંગની શરતો સાથે જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડીને જરૂરી ચીજ વસ્તુઓની દુકાનો સોશિયલ ડિસ્ટનસીંગના પાલન સાથે ચાલુ કરવાની છૂટછાટ આપવામાં આવી હતી. જ્યારે અમુક શરતોને આધીન લોકડાઉનમાં વધારો કરવામાં આવ્યો છે, ત્યારે ડાંગ જિલ્લામાં પણ કરીયાણાની દુકાનો, શાકભાજી, ફળફળાદી તથા જરૂરી ચિજ વસ્તુઓની દુકાનો ચાલુ જોવા મળી હતી. પાનના ગલ્લા, ખાણીપીણીની લારીઓ, હોટેલ, જાહેર સ્થળો વગેરે બંધ જોવા મળ્યાં હતા.
ફરજિયાત માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટનસીંગનું પાલન કરવું વગેરે જરૂરી ફરજો સાથે જિલ્લાના મુખ્ય ત્રણ તાલુકાઓ આહવા, વધઇ અને સુબીરમાં લગભગ 8થી 2 વાગ્યાનો સમય આપવામાં આવ્યો છે. જે સમય મુજબ દુકાનો ચાલુ રાખવામા આવેલ છે. જ્યારે અંતરીયાળ વિસ્તારના શામગહાન તથા અન્ય ગામડાઓમાં સવારના 10 વાગ્યા સુધી દુકાનો ચાલુ જોવા મળે છે.
લોકડાઉનના ચોથો તબ્બકામાં અમુક સરતો સાથે છૂટછાટ આપવામાં આવી છે. ડાંગ જિલ્લામાં બસ સેવા, રિક્ષાઓ, વહાનવ્યવહાર બંધ જોવા મળ્યો હતો. જ્યારે ગિરિમથક સાપુતારમાં તમામ હોટેલો, જાહેર સ્થળો સાથે ધંધોરોજગારની દુકાનો બંધ જોવા મળી હતી.