ETV Bharat / state

સાપુતારા પોલીસે ગેરકાયદે રીતે પશુઓને લઇ જતી પિકઅપ વાન ઝડપી - પશુઓની ગેરકાયદેસર હેરફેર

ડાંગ જિલ્લાના સાપુતારાથી આહવાને સાંકળતા માર્ગ પર જાખાના ગામ નજીક સાપુતારા પોલીસની ટીમે ગેરકાયદેસર રીતે પશુઓને ભરી લઈ જઈ રહેલ પીકઅપ વાનને ઝડપી પાડી ચાર ઈસમો સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

સાપુતારા પોલીસ દ્વારા ગેરકાયદેસર રીતે પશુઓને લઇ જતી પિકઅપ વાન ઝડપાઈ

author img

By

Published : Jul 6, 2020, 8:08 PM IST

ડાંગ: સાપુતારા પોલીસ મથકના PSI એમ.એલ.ડામોર સહિત પોલીસની ટીમે સાપુતારા -શામગહાન અને ગલકુંડ માર્ગ ઉપર પેટ્રોલિંગ હાથ ધર્યુ હતુ.

જેમાં સાપુતારા પોલીસની ટીમને જાખાના નજીકથી પસાર થઈ રહેલ પીકઅપ વાન પર શંકા જતા આ પીકઅપ વાનને ઉભી રાખી ચેકીંગ કરવામાં આવ્યું હતું.

વાનમાં ખીચોખચ તેમજ હલન ચલન ન કરી શકે તે માટે ક્રૂરતાપૂર્વક દોરડાથી બાંધેલી 2 ભેંસો,તથા 1 પાડો મળી આવ્યો હતો. આ ત્રણેય પશુઓને માટે વાનમાં ઘાસ ચારો તથા પાણી પણ ન મુકવામાં આવ્યુ હતુ.

સાપુતારા પોલીસની ટીમે આ ત્રણેય પશુઓને લઈ જઈ રહેલા ઈસમો પાસે પાસ પરમીટ માંગતા તેઓ રજૂ કરી શક્યા ન હતા. આથી સાપુતારા પોલીસની ટીમે ગેરકાયદેસર રીતે કતલ કરવાનાં ઇરાદે હેરાફેરી કરનાર ચાર ઇસમો સામે પશુ અત્યાચારનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.