- મહારાષ્ટ્રથી ગુજરાતમાં આવતા લોકોના RTPCR રિપોર્ટ પછી ગુજરાતમાં પ્રવેશ
- અમદાવાદના 200થી વધુ નર્સિંગ વિદ્યાર્થીઓને સાપુતારા ખાતેની બોર્ડર ઉપર અટકાવ્યા
- બેંગ્લોર જનરલ નર્સિંગ મિડવાઈફરીની પરીક્ષા આપવા ગયેલા વિદ્યાર્થીઓ
ડાંગ : દેશમાં કોરોનાની બીજી લહેર ખુૂબ જ ઘાતક પુરવાર થઇ રહી છે. તેમાં પણ મહારાષ્ટ્રમાં સૌથી વધુ કેસ આવતા સરકારે મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં આવતા તમામ લોકોના ફરજિયાત RTPCR રિપોર્ટ ચેક કર્યા બાદ ગુજરાતમાં પ્રવેશ આપવાનો આદેશ કર્યો હતો.
આ પણ વાંચો : મહારાષ્ટ્રથી ગુજરાતમાં પ્રવેશ પર RTPCR રિપોર્ટ ફરજીયાત, વાહનચાલકોમાં રોષ
બેંગ્લોરથી આવતા વિદ્યાર્થીઓને મહારાષ્ટ્ર ગુજરાતની સાપુતારા બોર્ડર ઉપર અટકવામાં આવ્યા
સરકારના આ નિયમને લઈને અમદાવાદના 200થી વધુ નર્સિંગ વિદ્યાર્થીઓને સાપુતારા ખાતેની બોર્ડર ઉપર અટકાવવામાં આવ્યા હતા. આ તમામ નર્સિંગના વિદ્યાર્થીઓ ગત 2 તારીખે બેંગ્લોર ખાતે જનરલ નર્સિંગ મિડવાઈફરીની પરીક્ષા આપવા ગયેલા વિદ્યાર્થીઓ હતા. જેઓ પરીક્ષા આપીને પરત ફરતા મહારાષ્ટ્ર ગુજરાતની સાપુતારા બોર્ડર ઉપર અટકવામાં આવ્યા હતા.
આ પણ વાંચો : ભાવનગરમાં ચાર લેબોરેટરીને RTPCR રિપોર્ટ માટે મંજૂરી અપાઈ
200થી વધુ વિદ્યાર્થીઓનો કોરોના રિપોર્ટ આવ્યો
નર્સિંગના વિદ્યાર્થીઓની અમદાવાદ ખાતે ખાસ જરૂર હોય તેમને વધુ રોકી ન રાખવા યોગ્ય ન હોય આ બાબતની જાણ ડાંગ જિલ્લા કલેક્ટરને થતાં ડાંગ કલેક્ટર એન.કે.ડામોરે તાત્કાલિક ધોરણે આરોગ્ય અધિકારીને સૂચના આપી હતી. કલેક્ટરની સૂચના મુજબ આરોગ્ય અધિકારીએ સાપુતારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સ્ટાફને બોર્ડર ઉપર મોકલીને સ્થળ ઉપર એન્ટીજન ટેસ્ટ કરાવી રિપોર્ટ અધિકારીને આપ્યો હતો. જેમાં તમામ 200થી વધુ વિદ્યાર્થીઓનો નેગેટિવ રિપોર્ટ આવતા તેઓને અમદાવાદ રવાના કરવામાં આવ્યા હતા.