ETV Bharat / state

ડાંગ જિલ્લા આયોજન મંડળના કામોની સમીક્ષા માટે બેઠક યોજવામાં આવી

author img

By

Published : Mar 9, 2020, 10:33 PM IST

Updated : Mar 9, 2020, 11:38 PM IST

ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે રાજ્યના વન અને આદિજાતિ વિકાસ પ્રધાન તેમજ ડાંગ પ્રભારી મંત્રી રમણલાલ પાટકરના અધ્યક્ષ સ્થાને જિલ્લા પંચાયત પ્રમુખ બીબીબેન ચૌધરી અને કલેક્ટર એન.કે.ડામોરની ઉપસ્થિતિમાં આયોજન મંડળની સમીક્ષા બેઠક યોજાઇ હતી.

ડાંગ
ડાંગ

ડાંગઃ જિલ્લાના આયોજન મંડળની સમીક્ષા બેઠક આહવા ખાતે યોજવામાં આવી હતી. જેમાં રમણલાલ પાટકરે આયોજન મંડળની બેઠકને સંબોધતા જણાવ્યું હતું કે, લોકોની જરૂરિયાત મુજબ નાના લોકોના કામો પણ કરવા જોઇએ. અમલીકરણ અધિકારીઓએ પોતાની જવાબદારી સમજીને સમયસર કામો પૂર્ણ થાય તે મુજબનું કામ કરવુ જોઇએ. વિકાસ શાખા દ્વારા વડાપ્રધાનની યોજના હેઠળ બજેટમાંથી ગુજરાત માટે 11 હજાર કરોડ રૂપિયા ફાળવ્યા છે. આ ઉપરાંત પ્રભારી મંત્રી પાટકરે આંગણવાડીના વિકાસ કામો, રસ્તાના કામો, જળસંચયના કામો સમયસર પૂર્ણ થાય તે માટે અધિકારીઓને અનુરોધ કર્યો હતો.

ETV BHARAT
આયોજન મંડળના કામોની સમીક્ષા માટે બેઠક

વધુમાં તેમણે રોજગારી ક્ષેત્રે પણ જિલ્લાના બેરોજગાર યુવાનોને નોકરી મળી રહે તેવા પ્રયાસ કરવા અંગે જણાવ્યું હતું.

ધારાસભ્ય મંગળ પટેલે જણાવ્યું હતું કે, સુજલામ સુફલામ યોજના હેઠળ જળસંચયના કામો અંતર્ગત બીજા જિલ્લાઓમાં માટી વેંચાય છે, પરંતુ ડાંગમાં માટી ખરીદનારા કોઇ નથી.

આયોજનના કામોમાં સંસદ સભ્ય, ધારાસભ્યની ગ્રાન્ટમાંથી વિકાસના કામોનું આયોજન થાય તે માટે ભાર મુકવામાં આવ્યો હતો. જેથી નિવાસી અધિક કલેક્ટર અને આયોજન અધિકારી ટી.કે.ડામોરે આયોજન અંગે જણાવ્યું હતું કે, વર્ષ 2020-21 દરમિયાન વિવેકાધીન યોજના હેઠળ સી.સી.રસ્તા, પેવર બ્લોક, નાળાના કામો, મીની પાઇપલાઈન, નાળાના કામો, સ્મશાન ધર, શાળાના ઓરડા વગેરે કામો માટે આહવા તાલુકામાં 201 લાખ, સુબીર તાલુકામાં 231 લાખ અને વધઇ તાલુકા માટે 200 લાખનું આયોજન કરવામાં આવ્યું છે.

આદિજાતિ વિકાસ અંગે કે. જી. ભગોરાએ જણાવ્યું હતું કે, ન્યૂ ગુજરાત પેટર્ન હેઠળ વર્ષ 2017-18 દરમિયાન કુલ 33 કામો માટે 300.95 લાખની ગ્રાન્ટ ફાળવેલી છે. જે પૈકી 103.61 લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે. જ્યારે વર્ષ 2018-19માં કુલ 181 કામો માટે રૂપિયા 1063.73 લાખની ફાળવેલી ગ્રાન્ટ સામે 603.62 લાખનો ખર્ચ કરી કુલ 153 કામો પૂર્ણ કરાયા છે, જ્યારે 2019-20માં 234 કામો માટે રૂપિયા 1060.09 લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. જેની સામે મળેલી ગ્રાન્ટમાંથી રૂપિયા 920.20 લાખ અને 138 કામો પૂર્ણ થયા છે.

Last Updated : Mar 9, 2020, 11:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.