ETV Bharat / state

ડાંગ: નિવૃત શિક્ષકે કાંચની બોટલોમાંથી સુંદર વસ્તુઓનું કર્યું નિર્માણ, જૂઓ અમારા આ વિશેષ અહેવાલમાં... - Retired teacher made beautiful things out of glass bottles

ડાંગ જિલ્લામાં આવેલા વઘઇ તાલુકાના નીમ્બારપાડા ગામે એક નિવૃત્ત શિક્ષકે કાચની વેસ્ટ બોટલોનો ઉપયોગ કરી ભારતના પ્રખ્યાત સ્થળો અને વિવિધ ધર્મોના મંદિરોનું નિર્માણ કર્યું છે.

નિવૃત શિક્ષકે કાંચની બાટલીઓમાંથી સુંદર વસ્તુઓનું કર્યું નિર્માણ

author img

By

Published : Nov 20, 2020, 1:08 PM IST

  • એક નિવૃત્ત શિક્ષકે કાચની વેસ્ટ બોટલોનો સદપયોગ કર્યો
  • છેલ્લા પાંચ વર્ષથી તેઓ વેસ્ટ વસ્તુઓનો ઉપયોગ કરી અવનવી વસ્તુઓ બનાવી રહ્યા છે
  • કાંચની વેસ્ટ બોટલોમાંથી મંદિરો અને જોવા લાયક સ્થળો બનાવ્યાં
  • 1 લાખ 85 હજાર કાચની બોટલોનો ઉપયોગ, 75 કિલો લખોટીઓનો ઉપયોગ કર્યો
  • મંદિરો, દિલ્હીનો લાલ કિલ્લો, કુતુમ્બ મિનાર, સ્વર્ણ મંદિર, તાજમહેલ વગેરે બનાવ્યું

ડાંગ: જિલ્લાના માળુંગા ગામે પ્રાથમિક શિક્ષક તરીકે ફરજ બજાવનાર કાળુભાઈ ગાવીત હાલ નિવૃત્ત શિક્ષક છે. વય નિવૃત્તિ થયા બાદ ટાઈમ પસાર કરવા માટે તેમણે વેસ્ટ વસ્તુઓમાંથી બેસ્ટ વસ્તુ બનાવવાનું વિચાર્યું. જે વસ્તુઓ લોકો ફેંકી દેતાં હોય અથવા જે બિનઉપયોગી વસ્તુઓ હોય તેવી વસ્તુઓનો સદઉપયોગ કરીને કાળુભાઈએ વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુઓ બનાવવાનો નિર્ણય કર્યો હતો.

દવાખાનાની વેસ્ટ બોટલોમાંથી સુંદર વસ્તુઓનું નિર્માણ

દવાખાનાની કાચની બોટલો જેને ફેંકી દેવામાં આવતી હોય તેવી બોટલોનો ઉપયોગ કરીને સુંદર મંદિરોનું નિર્માણ કર્યું છે. મંદિરોની સાથે ભારતના પ્રખ્યાત સ્થળોનું પણ નિર્માણ કર્યું છે. દિલ્હીનો લાલ કિલ્લો, તાજ મહેલ, કુતુમ્બ મિનાર, સ્વર્ણ મંદિર વગેરે બનાવવામાં આવ્યા છે.

નિવૃત શિક્ષકે કાંચની બાટલીઓમાંથી સુંદર વસ્તુઓનું કર્યું નિર્માણ
વેસ્ટ વસ્તુઓનો સદઉપયોગ કર્યો

કાળુભાઈ માટે વેસ્ટ વસ્તુઓ ઉપયોગી લાગવા લાગી અને જોતજોતામાં વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુઓ બનાવતા ગયા. કાળુભાઈ પોતાના વર્ગ ખંડમાં વિદ્યાર્થીઓને શિક્ષણની સાથે કેળવણીના પાઠ ભણાવતાં હતા. તેઓ કહે છે કે, જીવન ઘડતર અને બીજાને ઉપયોગી થવાનું શીખવે તે સાચી કેળવણી. શેક્ષણિક કાર્યમાં ધર્મનું ખૂબ જ મહત્વ છે. શાળામાં સર્વ ધર્મ સમભાવના પાઠ ભણાવતાં આવ્યા છે અને આ જ ભાવના તેમના કાર્યમાં પણ જોવા મળે છે. કાળુભાઈએ દરેક ધર્મના મંદિરો બનાવ્યા છે. ભારત દેશ વિવિધતામાં એકતા ધરાવે છે.પોતાની વય નિવૃત્તિ બાદ પણ શોખના કારણે વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાની પ્રક્રિયા ચાલું જ છે. માં ની યાદમાં મંદિર બનાવવાની પ્રક્રિયા ચાલું રહી ને જોતજોતામાં ભારતના દરેક ધર્મના મંદિરો નિર્માણ કર્યા. કાળુભાઈની વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાની પ્રક્રિયા હાલ પણ ચાલું જ છે. દરેક ધર્મમાં સમભાવના રાખતા શીખોનું સ્વર્ણ મંદિર, સાઈ બાબાનું મંદિર, તાજમહેલ, ઉપરાંત ભારતના પ્રખ્યાત સ્થળો પણ બનાવ્યા છે.

શિક્ષકની કળાને પ્રવાસન તરીકે પ્રોત્સાહન મળે તો રોજીરોટી મળી શકે

હાલ તો આ નિવૃત શિક્ષકે અનેક અનોખી કાચની બોટલમાંથી અવનવી કલાકૃતિ બનાવી છે. પરંતુ આ કલાકારને ડાંગ જિલ્લામાં પ્રવાસન વિભાગ દ્વારા પોત્સાહન મળે તો આ નિવૃત શિક્ષકને રોજીરોટી પણ મળી શકે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.