ETV Bharat / state

ડાંગ જિલ્લાનું ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 68.81 ટકા જાહેર થયું

ડાંગની એકલવ્ય મોડેલ રેસીડેન્શીયલ સ્કુલ આહવાનું સૌથી વધુ 97.50 ટકા અને સૌથી ઓછુ સેન્ટ થોમસ ઝાવડા વધઇ સ્કુલનું 33.33 ટકા પરિણામ આવ્યું છે.

ડાંગ જિલ્લાનું ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 68.81 ટકા જાહેર થયું
ડાંગ જિલ્લાનું ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 68.81 ટકા જાહેર થયું
author img

By

Published : May 17, 2020, 4:47 PM IST

ડાંગ: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનું પરિણામ જાહેર થતા, રાજ્યના છેવાડે આવેલા ડાંગ જિલ્લાનું એચ.એસ.સી.બોર્ડ વિજ્ઞાન પ્રવાહનું 68.81 ટકા જેટલું પરીણામ આવતા કહીં ખુશી કહીં ગમનો માહોલ સર્જાયો હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિભાગ દ્વારા માર્ચ મહિનામાં લેવાયેલી ધોરણ 12 એચ.એસ.સી બોર્ડ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનું પરિણામ રવિવારે જાહેર થતા સમગ્ર રાજ્યનું 71.34 ટકા જેટલું પરીણામ જાહેર થયું હતું. જેમાં ડાંગ જિલ્લાના શિક્ષણ અધિકારી એમ.સી.ભૂસારા અને ઈ.આઈ વિજયભાઈ દેશમુખના જણાવ્યા અનુસાર માર્ચ 2020માં લેવાયેલી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં જિલ્લામાંથી કુલ-311 વિદ્યાર્થીઓ બેઠા હતા, જેમાંથી 214 જેટલા વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે.

જ્યારે 97 વિદ્યાર્થીઓ નાપાસ જાહેર થતા ડાંગ જિલ્લાનું કુલ-68.81 ટકા પરિણામ જાહેર થયું હતું. ડાંગ જિલ્લામાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના જાહેર થયેલા પરિણામના ગ્રેડ જોતા A1-A2 ગ્રેડમાં-0 વિદ્યાર્થીઓ,B1 ગ્રેડમાં-08 વિદ્યાર્થીઓ,B2 ગ્રેડમાં-26 વિદ્યાર્થીઓ,C1 ગ્રેડમાં-83 વિદ્યાર્થીઓ,C2 ગ્રેડમાં-88 વિદ્યાર્થીઓ,તેમજ D ગ્રેડમાં-09 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ જાહેર થતા કહી ખુશી કહી ગમનો માહોલ સર્જાયો હતો.

ડાંગ જિલ્લામાં એકલવ્ય મોડેલ રેસિડેન્સીયલ સ્કૂલ આહવાનું-97.50 ટકા,દીપદર્શન માધ્યમિક શાળા આહવાનું-89.29 ટકા ,એકલવ્ય મોડેલ રેસિડેન્સીયલ શાળા સાપુતારાનું-75.44 ટકા ,સંતોકબા ધોળકીયા વિદ્યામંદિર માલેગામ શાળાનું-72.93 ટકા ,સરકારી ખેતીવાડી માધ્યમિક શાળા વઘઇનું-50 ટકા ,સરકારી માધ્યમિક શાળા આહવાનું-42.86 ટકા ,સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા સુબીરનું-42.86 ટકા ,એકલવ્ય મોડેલ રેસિડેન્સીયલ સ્કૂલ બારીપાડાનું-41.67 ટકા જ્યારે , સંત થોમસ સ્કૂલ ઝાવડાનું 33.33 ટકા જેટલું પરીણામ આવ્યું હતું.

ડાંગ જિલ્લા કલેક્ટર એન.કે.ડામોર તથા જિલ્લા શિક્ષણ અધિકારી એમ.સી.ભુસારા સહિત શાળા સંચાલકો તથા શિક્ષક મિત્રોએ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં પાસ થયેલા વિદ્યાર્થીઓને ટેલીફોનીક સંદેશા મારફતે શુભેચ્છાઓ પાઠવી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.