કલેકટર એન. કે. ડામોરે દરેક વિભાગના વડાઓને અનુરોધ કરતા જણાવ્યું હતું કે, સ્વચ્છ ભારત મિશન અંતર્ગત જિલ્લા કક્ષાએ તેમજ ગ્રામ્ય કક્ષાએ સ્વચ્છતા અભિયાન ઝૂંબેશના રૂપે કરવાનું રહેશે. દરેક કચેરીઓ સ્વચ્છ રહે અને ગ્રામ પંચાયતો પણ સ્વચ્છ બને તે માટે આપણે સૌએ સાથે મળીને કામગીરી કરવાની રહેશે. વિવિધ કચેરીઓના રેકર્ડ, દફતર, કંપાઉન્ડ તથા બિન વપરાશી વાહનોના નિકાલની કામગીરી સત્વરે પૂર્ણ કરવી. સ્વચ્છતા અભિયાન અંગે દિન-15માં કચેરીઓ સ્વચ્છ રાખી તે મુજબનું પ્રમાણપત્ર રજુ કરવાનું રહેશે.
સંકલન સમિતિની બેઠકમાં તુમાર, નાની બચત, મહેસુલી, વન વિભાગ, શિક્ષણ, આદિજાતિ, નાગરિક અધિકારની અરજીઓ, એ.ટી.વી.ટી., મુખ્ય મંત્રી એપ્રેન્ટિસ યોજના, પંચાયત માર્ગ અને મકાન, મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના, સમાજ કલ્યાણ, સમાજ સુરક્ષા, RTO જમીન ફાળવણી, જીઓ નેટવર્ક એન.ઓ.સી., આર્ટસ એન્ડ સાયન્સ કોલેજની જમીન નોંધણી, RTO,મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ તા. 01/01/2020થી જેની ઉંમર 18 વર્ષ પૂર્ણ થયા હોય તેમની નોંધણી કરવી તેમજ મુખ્ય પ્રધાનના અધ્યક્ષ સ્થાને દર અઠવાડિયે ડેસ બોર્ડ પર દરેક વિભાગની કામગીરીની સમીક્ષા ચર્ચા હાથ ધરાઇ હતી. અંતમાં આયોજનના બાકી કામો માટે વિભાગના દરેક અધિકારીઓને સૂચન કર્યું હતું.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી એચ.કે.વઢવાણિયા, જિલ્લા પોલીસ અધિક્ષક શ્વેતા શ્રીમાળી, દક્ષિણ ડાંગ નાયબ વન સંરક્ષક દિનેશ રબારી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક જે.ડી.પટેલ, પ્રાંત અધિકારી કાજલ ગામીત, નાયબ જિલ્લા વિકાસ અધિકારી આર.ડી.અસારી સહિત અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.