ETV Bharat / state

ડાંગ જિલ્લામા સાર્વત્રિક વરસાદ, 10 કલાકમા 52.75 મીમી વરસાદ નોંધાયો - 8 ગામો પ્રભાવિત

ડાંગ જિલ્લામાં વરસાદને (Rainfall in Dang district) લઇને જિલ્લાના 7 માર્ગ વાહનવ્યવહાર માટે (Seven roads affected due to rain) બંધ કરવામાં આવ્યાં છે, જ્યારે 8 ગામો પ્રભાવિત થયાં છે. ડાંગમાં છેલ્લાં 10 કલાક દરમિયાન સરેરાશ 52.75 મીમી વરસાદ નોંધાયો છે. ગ્રામ્ય વિસ્તારોમા વીજ લાઇન ઉપર વૃક્ષો ધસી પડયા,3 પશુના મૃત્યુ નોધાયા છે.

Etv Bharatડાંગ જિલ્લામા સાર્વત્રિક વરસાદ, 10 કલાકમા 52.75 મીમી વરસાદ નોંધાયો

author img

By

Published : Sep 22, 2022, 7:54 PM IST

ડાંગ: રાજ્યમાં ચોમાસાએ હજુ સુધી વરસાદે (Rain in Gujarat) વિદાય નથી. ડાંગ જિલ્લામા વરસી રહેલા સાર્વત્રિક વરસાદના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. છેલ્લા 10 કલાકમા 52.75 મી.મી. વરસાદ નોધાવા પામ્યો છે. આજે સાંજના 4 વાગ્યા સુધી જિલ્લામા સરેરાશ ૫૨.૭૫ મી.મી. વરસાદ નોંધાઈ ચૂક્યો છે. છેલ્લા 10 કલાક દરમિયાન આહવા તાલુકામા 46 મી.મી. વઘઈનો 56 મી.મી. , સુબીરનો 53 મી.મી. અને સાપુતારા પંથકનો 50 મી.મી. વરસાદ નોંધાયો છે.

સાર્વત્રિક વરસાદના કારણે લોકોને હાલાકીનો

કુલ 8 ગામોને અસર: આ વરસાદને પગલે જિલ્લાના 7 જેટલા લો લેવલ કોઝ વે, અને નીચાણવાળા માર્ગો ઉપર વરસાદી પાણી ભરાઈ જતા, આ માર્ગો વાહન વ્યવહાર માટે બંધ કરાયા છે. રાહદારીઓ, પશુપાલકો તથા વાહન ચાલકોને આ માર્ગોને બદલે, તંત્ર એ સૂચવેલા વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવાની અપીલ કરવામા આવી છે. જિલ્લાના આ માર્ગો અવરોધાતા કુલ 8 ગામો (8 villages affected) પ્રભાવિત થયા છે.

વાહનોની અવરજવર માટે રોડ બંધ: જિલ્લા પંચાયતના કાર્યપાલક ઇજનેર રાજુભાઇ ચૌધરીએ જણાવ્યું કે, બપોરે 2 વાગ્યાની સ્થિતિએ જિલ્લાના આહવા તાલુકાનો 1 સતી-વાંગણ-કુતરનાચ્યા રોડ, ઉપરાંત વઘઇ તાલુકાના 1 નાનાપાડા-કુમારબંધ-બોરદહાડ રોડ, 2 ઘોડવહળ વી.એ.રોડ, 3 ખાતળ ફાટકથી ઘોડી રોડ, 4 માછળી-ચિખલા-દિવડ્યાવન રોડ, 5 ઢાઢરા વી.એ.રોડ અને 6 વાંઝટઆંબા-કોયલીપાડા રોડ મળી કુલ-7 માર્ગોનો (Seven roads affected due to rain) વાહન વ્યવહાર માટે બંધ થવા પામ્યા છે.

3 પશુંના મોત: આ દરમિયાન જિલ્લામાં નોંધાયેલ, સાર્વત્રિક વરસાદને પગલે ટાકલીપાડાના પશુપાલક ગિરીશભાઈ રામજભાઈ સૂર્યવંશીના 1 પાડાનું પાણીમા ડૂબી જવાથી મૃત્યુ નોંધાયુ છે. તો ડોન ગામના મનકાભાઈ સોમાભાઇ ચૌધરીના 1 બળદ ઉપર આકાશી વીજળી પડતા તેનું મૃત્યુ નોંધાયુ છે, જ્યારે કામદ ગામના પશુપાલક બુધયાભાઈ ભાવડ્યાભાઈ ગાવીતના 1 બળદનું પણ વરસાદને કારણે મૃત્યુ થયું છે. કુલ ત્રણ પશુંના મોત થયા છે. (3 Pashun's death) તેમ જિલ્લાના મદદનીશ પશુપાલક અધિકારી હર્ષદ ઠાકરેએ જણાવ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.