ડાંગઃ જિલ્લાનાં આહવા ખાતે આવેલા આઈ.ટી.આઈનાં કર્મચારીઓ કે, જેઓ ગુજરાત રાજ્ય કારીગર તાલીમ યોજના કર્મચારી મંડળ સાથે જોડાયેલા છે. આ મંડળની માંગણીઓમાં સુપરવાઈઝર અને આસી.સ્ટોરકિપરનાં ગ્રેડ પે સુધારવા બાબતે હજી સુધી સરકાર દ્વારા પ્રશ્નોનું નિરાકરણ કર્યું નથી. જેના વિરોધ બાબતે આહવા આઈ.ટી.આઈ ખાતેનાં કર્મચારીઓ દ્વારા કાળી પટ્ટી ધારણ કરી પોતાનું કાર્ય ચાલું રાખ્યું હતું.
ગુજરાત રાજ્ય કારીગર તાલીમ યોજના મંડળ વર્ગ-3 આઈ.ટી.આઈનાં કર્મચારીઓ દ્વારા સરકારને પોતાના પ્રશ્નો જેવા કે, સુપરવાઈઝર ઇન્સ્ટ્રક્ટર અને આસી.સ્ટોરકીપરનાં ગ્રેડ-પે સુધારવા બાબતે સરકારને રજૂઆત કરી હતી. આઈ.ટી.આઈનાં સુપરવાઈઝર ઇન્સ્ટ્રક્ટરનો પગાર ધોરણ 5200-20200, ગ્રેડ -પે 2800 છે.
જેમાં જુના ભરતીના નિયમ મુજબ આ જગ્યા માટે આઈ.ટી.આઈ પાસ લાયકાત હતી પરંતુ હાલમાં નવી ભરતીના નિયમ મુજબ સુપરવાઈઝર ઇન્સ્ટ્રક્ટર અને આસી.સ્ટોરકીપર ડિપ્લોમાં, ડિગ્રી અને 1થી 3 વર્ષનો અનુભવ માંગવામાં આવે છે પરંતુ તેના સ્કેલ પેમાં કોઈ સુધારો કરેલો નથી.
આ ઉપરાંત માધ્યમિક શિક્ષકોને પગાર ધોરણ 9300-34800 ગ્રેડ પે 4200 આપવામાં આવે છે અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષકોને 9300-37800 ગ્રેડ પે 4000 આપવામાં આવે છે.
જ્યારે ITIનાં સુપરવાઈઝર અને ઇન્સ્ટ્રકટર અને આસી.સ્ટ્રોરકીપરનો પગાર માધ્યમિક શિક્ષકો કરતાં પણ નીચો છે. જે સમગ્ર ભારતમાં સૌથી નીચો પગાર ધારણ 5200-20200 છે. આ ગ્રેડ પે સુધારવા અંગે સરકારને અગાઉ પણ રજૂઆત કરવામાં આવી હતી પરંતુ સરકાર દ્વારા માગ ન પુરી કરતાં ITIનાં કર્મચારીઓ દ્વારા સોમવારના રોજ કાળીપટ્ટી બાંધીને વિરોધ નોંધાવ્યો હતો.