ETV Bharat / state

સુબિર તાલુકા પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત નામંજૂર - ડાંગનું રાજકારણ

ડાંગ જિલ્લાના સુબિર તાલુકા પંચાયતના પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત રજૂ થઈ હતી. આ માટે આજે વિશ્વાસ મત અર્થે બેઠક બોલાવાઈ હતી. જેમાં તાલુકા પ્રમુખ યશોધાબેન રાઉત સામેની અવિશ્વાસની દરખાસ્ત નામંજૂર થતાં કોંગ્રેસની છાવણીમાં ખુશીની લહેર છવાઈ ગઈ હતી.

proposal-of-distrust-rejected-against-subir-taluka-president

author img

By

Published : Feb 27, 2020, 7:27 PM IST

ડાંગ: જિલ્લાની નવરચિત સુબિર તાલુકા પંચાયત 16 સભ્યોનું પીઠબળ ધરાવે છે. અગાઉનાં અઢી વર્ષમાં ભાજપ પાસે બહુમતી હોવાથી રાજેશભાઈ ગામીત તાલુકા પંચાયતના પ્રમુખ પદે બિરાજમાન હતાં. બાદમાં વિવાદ ઉભો થતાં ભાજપામાંથી બળવો કરી યશોધાબેન પ્રમુખપદે આરુઢ થયાં હતાં. જેના કારણે કોંગ્રેસના ટેકાથી પ્રમુખપદ મેળવનાર યશોધાબેન રાઉત સામે સુબિર તાલુકા ઉપ પ્રમુખ વસનજી કુંવરે ગાંધીનગરમાં વિકાસ કમિશ્નરને પક્ષાંતર ધારાના ભંગની ફરિયાદ કરી હતી.

વિકાસ કમિશનર દ્વારા પંચાયત ધારા હેઠળ પ્રમુખ યશોદાબેન રાઉતને ગેરલાયક ઠરાવતો હુકમ કર્યો હતો. ત્યારબાદ સુબિર તાલુકા પંચાયતના પ્રમુખ યશોદાબેન રાઉતે કમિશ્નરના આદેશને નામદાર હાઇકોર્ટમાં પડકારતા હાઇકોર્ટે કમિશ્નરના આદેશ પર સ્ટે મૂકતાં જશોદાબેન ફરીથી પ્રમુખ પદે ગોઠવાઈ ગયા હતા.

હાલમાં 5થી 6 મહિના બાકી હોવાથી અને આ બાગી મહિલા પ્રમુખ સભ્યોને વિશ્વાસમાં લીધા વગર મનમાની કરતાં હોવાનાં પગલે ગત 24-01-2020નાં રોજ સુબિર તાલુકા પંચાયતના કુલ 16માંથી 10 સભ્યોએ બહુમતી સાથે આ મહિલા પ્રમુખનાં વિરુદ્ધમાં અવિશ્વાસની પ્રસ્તાવ રજૂ કર્યો હતો. જેનાં પગલે આજે નાયબ જિલ્લા વિકાસ અધિકારી અને સંદીપભાઈ ગાયકવાડની અધ્યક્ષતમાં વિશ્વાસ મતની બેઠક બોલાવામાં આવી હતી.

સુબિર તાલુકા પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત નામંજૂર

આ બેઠકમાં ભાજપના 10 સભ્યો અને કોંગ્રેસના 6 સભ્યોએ હાજર રહ્યાં હતાં. 10 સભ્યો દ્વારા અવિશ્વાસની દરખાસ્ત મંજૂર કરવા માટે 11 સભ્યોનું સંખ્યાબળ જરૂરી હોઈ ફક્ત 10 સભ્યો દ્વારા જ અવિશ્વાસની દરખાસ્તને ટેકો આપતાં યશોધાબેન રાઉત સામેની અવિશ્વાસની દરખાસ્ત નામંજૂર થઈ હતી જેનાં કારણે કોંગ્રેસી છાવણીમાં ખુશીની લહેર છવાઈ ગઈ હતી.

કોંગ્રેસના ટેકાથી પ્રમુખપદે બિરાજમાન યશોધાબેન રાઉતને ડાંગના પ્રબળ કોંગ્રેસી નેતાઓનો સાથ મળતાં તેઓ સત્તા ટકાવી રાખવા સમર્થ બન્યા છે. ડાંગ જિલ્લા કોંગ્રેસી ધારાસભ્ય મંગલભાઇ ગાવીત અને ચંદરભાઈ ગાવીતની ચાણક્યનીતિનાં પગલે સુબિર તાલુકા પંચાયત ઉપર કોંગ્રેસનો ગઢ જળવાઈ રહ્યો છે. જ્યારે ભાજપે સત્તા ગુમાવવાનો વખત આવ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.