ડાંગઃ જિલ્લામાં 2010થી ભરતી થયેલા પ્રાથમિક શાળાના શિક્ષકોને 4200નો ગ્રેડ પે નહીં મળતા 25 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી શોષિત શિક્ષણ સપ્તાહની ઉજવણી કરી વિરોધ કરવાનું નક્કી કર્યું છે. ત્યારે રવિવારના રોજ આ વિરોધને સોશિયલ મીડિયામાં ઉગ્ર સ્વરૂપ આપતા થમ્બ ડાઉન સેલ્ફી લઈ પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર 2010 બાદ ભરતી થયેલી પ્રાથમિક શાળાના શિક્ષકોને 4200 રૂપિયાનો ગ્રેડ પે આપવામાં ન આવતા તેમને 25 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી શોષિત શિક્ષણ સપ્તાહની ઉજવણી કરી વિરોધ કરવાનું નક્કી કર્યું છે. ત્યારે શનિવારના રોજ આ વિરોધને સોશિયલ મીડિયામાં ઉગ્ર સ્વરૂપ આપતા શિક્ષકોએ થમ્બ ડાઉન સેલ્ફી લઈ પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. શોષિત શિક્ષક સપ્તાહની ઉજવણીનાં ભાગરૂપે ડાંગ જિલ્લાનાં તમામ પ્રાથમિક શિક્ષકો પોતાના પરિવાર સાથે 2 ઓક્ટોબર સુધી થંમ્બડાઉનસેલ્ફી(thumbdowonseflie) લઈ ઉગ્ર વિરોધ નોંધાવશે.
ડાંગના પ્રથમિક શાળાના શિક્ષકોએ જણાવ્યુ હતુ કે, તેમને 2 ઓક્ટોબર સુધી અલગ અલગ સર્જનાત્મક કાર્યક્રમો દ્વારા સરકાર સામે વિરોધ નોંધાવશે. તેમને 2 ઓકટોબરનાં રોજ તમામ પ્રાથમિક શાળાના શિક્ષકો અલગ અલગ જગ્યાએ સફાઈ કરી પ્રતિક ઉપવાસ કરી સરકાર પાસે 4200 ગ્રેડપેનાં પરિપત્રની માંગણી કરશે.