ડાંગ : રાજ્યના છેવાડે આવેલા ડાંગ જિલ્લામાં ખેડૂતો પારંપરિક ખેતી સિવાય અન્ય ખેતીની શરૂઆત કરીને સાહસિક ખેડૂત બન્યાં છે. અહીં માછલી ગામે ગુજરાતમાં પ્રથમ વાર એક ખેડૂતે કેન્સર ટ્રી ની ખેતીની શરૂઆત કરી છે. જ્યારે સરવર ગામે ડાંગ જિલ્લામાં પ્રથમ વખત પ્રવીણભાઈ બાગુલ દ્વારા ડ્રેગન ફ્રૂટના ખેતીની શરૂઆત કરવામાં આવેલ છે. અહીં પારંપરિક ખેતી તરીકે ડાંગર, અને નાગલીના પાકની ખેતી મોટાં પાયે કરવામાં આવે છે. ત્યારે ખેડૂતો પારંપરિક ખેતી છોડીને વધુ આવક મેળવવા અને આત્મનિભર બનવા માટે મૂસળી વગેરેની ખેતી પણ કરવા લાગ્યાં છે.
ડાંગ જિલ્લાનાં સરવર ગામે ડ્રેગન ફ્રૂટની સફળ ખેતી, વાંચો વિશેષ અહેવાલ
ડાંગ જિલ્લામાં એકમાત્ર સરવર ગામે ડ્રેગન ફ્રૂટની ખેતી કરવામાં આવે છે. જેમાં પ્રવીણભાઈ બાગુલે પારંપરિક ખેતી પદ્ધતિ સિવાય ડ્રેગન ફ્રૂટની ખેતીની શરૂઆત કરી છે. 2 હેકટર જમીનમાં સાડા ચારસો થાંભલા પર સફેદ ડ્રેગન ફ્રૂટ અને 400 થાંભલા પર લાલ ડ્રેગન ફ્રુટનું વાવેતર કર્યું છે.