ETV Bharat / state

ડાંગ જિલ્લાનાં ધવલીદોડ ગામે પાણીની તંગી સર્જાતા લોકોને ભારે મુશ્કેલી - Dang News

ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં સમાવિષ્ટ ધવલીદોડ ગામે પાણીની તંગી વર્તતા લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. પાણીની સમસ્યાઓ બાબતે આહવા પાણી પુરવઠા ઓફિસમાં વારંવાર રજૂઆતો કરવા છતાંય સમસ્યા બાબતે અધિકારીઓ કોઇ જવાબ આપતા નથી.

ડાંગ જિલ્લાનાં ધવલીદોડ ગામે પાણીની તંગી સર્જાતા લોકોને ભારે મુશ્કેલી

author img

By

Published : May 11, 2020, 8:20 PM IST

ડાંગઃ જિલ્લાનાં આહવા તાલુકામાં સમાવિષ્ટ ધવલીદોડ ગામે લોકડાઉનની સ્થિતિમાં પાણીની તંગી વર્તતા લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. નદી તળાવ, કુવા સુકાઇ જતા મીની પાઇપલાઇનનાં નળ મારફતે ગામની તમામ વસતીમાં પાણી ભરવા માટે પડાપડી થઇ રહી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ડાંગ જિલ્લાનાં આહવા તાલુકામાં સમાવિષ્ટ ધવલીદોડ ગામે ઉનાળાની ઋતુમાં લોકોને પાણીની તંગી વેઠવાનો વારો આવે છે. ગામ નજીકના નદી, તળાવ, કુવા, ડેમો સુકાઇ જતા લોકો પાણી માટે પોકારી ઊઠ્યા છે. ધવલીદોડ ગામ ઉંપરાત આ ગ્રામ પંચાયતનાં ધુડા ગામની પણ આ જ પરિસ્થિતિ જોવા મળી રહી છે.

ડાંગ જિલ્લાનાં ધવલીદોડ ગામે પાણીની તંગી સર્જાતા લોકોને ભારે મુશ્કેલી
ડાંગ જિલ્લાનાં ધવલીદોડ ગામે પાણીની તંગી સર્જાતા લોકોને ભારે મુશ્કેલી

સરકારી યોજનાઓ મારફત લોકોને પાણી સંગ્રહ માટે ભૂગર્ભ ટાંકીઓ બનાવવામાં આવી હતી. પરંતુ જે હવે હાલમાં નઠારી સાબીત થઇ રહી છે. લોકડાઉનની પરિસ્થિતિમાં લોકો પાણી માટે પોકારી ઊઠ્યા છે. 10 હજાર જેટલી મોટી વસ્તી ધરાવનારા આ ગામમાં માંડ-માંડ મીની પાઇપલાઇન દ્વારા પાણી આવી રહ્યું છે. આ ગામમાં પાણી માટે લોકોની લાંબી લાઇનો લાગવાની સાથે ભીડ જામે છે.

આ ગામનાં જાગૃત નાગરિકો દ્વારા કોરોના વાઇરસના સંક્રમણને ધ્યાનમાં રાખીને લોકોને સોશિયલ ડિસ્ટનસીગ રાખવા માટેની સલાહ પણ આપવામાં આવે છે. પરંતુ પાણીની તંગીથી મજબૂર આ લોકોને ફક્ત લાંબી લાઇનોમાં ઉભા રહેવા સિવાય કોઇ વિકલ્પ નથી.

ગામનાં જાગૃત નાગરિક રમેશભાઇ ગાંગુર્ડે દ્વારા પાણીની સમસ્યાઓ બાબતે આહવા પાણી પુરવઠા ઓફિસમાં વારંવાર રજૂઆતો કરવા છતાંય સમસ્યા બાબતે આ અધિકારીઓ ટસના મસ થવા તૈયાર નથી. ગામમાં પાણીની તંગી હોવાથી ટેન્કર દ્વારા પાણી પુરુ પાડવાની માંગને ધ્યાને લેવામાં આવતી નથી.

લોકડાઉનની પરિસ્થિતિમાં લોકો પાણી માટે મજબૂર બન્યા છે. હાલમાં કોરોના વાઇરસનાં સંક્રમણને અટકાવવા માટે અને તકેદારીનાં ભાગરૂપે લોકોમાં ભીડ ન જામે તથા લોકોને સમયસર પાણી મળી રહે તે માટે તંત્ર યોગ્ય પગલા ભરે તે જરૂર બની ગયુ છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.