ડાંગ- સાપુતારા ગિરિમથકની પિક સીઝન એવા ઉનાળાના વેકેશનનો સમય (Vacation 2022 ) ચાલી રહ્યો છે. શહેરોમાં અસહ્ય ગરમીથી રાહત મેળવવા માટે લોકો સાપુતારાને પસંદ કરે છે. વર્ષમાં 2500 પ્રવાસીઓ પેરાગ્લાઈડિંગની મઝા માણે છે. જ્યારે વર્ષમાં 3,60,000 થી પણ વધારે પ્રવાસીઓ બોટિંગ એક્ટિવવિટીનો લાભ લઇ આનંદ માણે છે. ગુજરાતનું એક માત્ર હિલ સ્ટેશન ગિરિમથક સાપુતારા ખાતે ઉનાળા વેકેશનને મઝા માણવા (Time to enjoy summer vacation in Saputara) પ્રવાસીઓ ઉમટી રહ્યા છે. કોરોનાની બીજી લહેરમાં ઉનાળા દરમિયાન સાપુતારામાં સન્નાટો વ્યાપી ગયો હતો. પણ હાલ કોરોનાને ભૂલી પ્રવાસીઓની અવરજવરથી ગિરિમથક સાપુતારાનો માહોલ રંગીન (Paragliding in Saputara ) બની ગયો છે.
કોરોનામાં વેપારીઓને નુકસાન- કોરોના મહામારીમાં હોટલ ઉદ્યોગ સહિત નાના વેપારીઓને ખૂબ મોટી અસર પહોંચી હતી. પરંતુ હાલ કોરોનાને ભૂલી પ્રવાસીઓ સાપુતારા સહિત ડાંગનાં વિવિધ પ્રાકૃતિક સ્થળોએ પરિવાર, મિત્ર મંડળ સાથે રજાની મઝા માણવા (Peak season of Saputara hill station) આવી રહ્યા છે. દક્ષિણ ગુજરાતમાં અન્ય પ્રવાસન સ્થળો કરતા સાપુતારા છેલ્લા ઘણાં સમયથી એડવેન્ચર એક્ટિવીટીને કારણે તમામ નાનાથી લઈ મોટા લોકો ખૂબજ આકર્ષિત થઇ દરેક એક્ટિવીટીનો લાભ લઇ વેકેશનનો પુરેપૂરો આનંદ માણી રહ્યા છે. એડવેન્ચર એક્ટિવીટી પેરાગ્લાઈડિંગ (Paragliding in Saputara ), બોટિંગ, એર બલૂન, રોપ- વે, ઝીપ લાઈન તેમજ સનરાઈઝ પોઈન્ટ, સનસેટ પોઈન્ટ, વિવિધ ગાર્ડન , મ્યુઝિયમ સહિતના સ્થળો પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર (Saputara hill station of Gujarat) બન્યું છે.
આ પણ વાંચોઃ ચાલો ફરવા! ગુજરાતનું આ હિલસ્ટેશન જે વીકેન્ડ ગેટવે માટે જાણીતું
પેરાગ્લાઈડિંગની મઝા- ગરમીની સીઝનમાં (Vacation 2022 )તળાવમાં ઠંડા પવનના સ્પર્શ સાથે બોટિંગ કરવાની મઝા જ કઈ અનેરી છે. સાપુતારા ખાતે વર્ષમાં 3,60,000થી પણ વધારે પ્રવાસીઓ બોટિંગ એક્ટિવવિટીનો લાભ લઇ આનંદ માણે છે. ઊંચે આભમાં પંખીઓનીઓના સથવારે કિલ્લોલ વચ્ચે પેરાગ્લાઇડિંગ (Paragliding in Saputara )કરવા અદભુત સૌંદર્યથી ભરેલ આભની સફર કરવા પ્રવાસીઓ વધારે પ્રમાણમાં જોવા મળે છે.
આ પણ વાંચોઃ ડાંગ જિલ્લાનાં ડોન હિલ સ્ટેશન પર કુદરતનો અદ્ભૂત નજારો માણવા પ્રવાસીઓ ઉમટ્યા
સ્પેશિયલ વેકેશન હાટ- ગિરિમથક સાપુતારા ખાતે નોટીફાઇડ કચરી દ્વારા પ્રવાસીઓ માટે સ્પેશિયલ વેકેશન હાટ (Vacation 2022 ) પણ શરૂ કરવામાં આવેલું છે. જેમાં સંપૂર્ણ ભારતની હસ્તનિર્મિત વસ્તુઓ અને ગૃહઉપયોગી વસ્તુઓનું પ્રદર્શન સહ વેચાણની વ્યવસ્થા કરવામાં આવી છે.