ETV Bharat / state

ડાંગ જિલ્લામાં પોષણ અભિયાનને જનઆંદોલન બનાવવા આહ્વાન

ડાંગના કલેક્ટર એચ.કે.વઢવાણિયાએ આહવા તાલુકાના પિંપરી ગામમાં પોષણ અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે તેમણે જણાવ્યું કે, 2020થી 2022 સુધી આ અભિયાનની ઉજવણી કરવામાં આવશે. કારણ કે, રાજ્યમાં એક પણ બાળક કુપોષિત ન રહે તે અંગેનું આહવાન રાજ્યના મુખ્ય પ્રધાન રૂપાણી દ્વારા કરવામાં આવ્યું છે.

ETV BHARAT
ડાંગ જિલ્લામાં પોષણ અભિયાનને જનઆંદોલન બનાવવાનો પ્રારંભ કરાયો
author img

By

Published : Jan 31, 2020, 10:00 PM IST

ડાંગ: જિલ્લાના પિંપરી ગામમાં પોષણ અભિયાનને જનઆંદોલન બનાવવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં કલેક્ટર એચ.કે.વઢવાણિયાએ કહ્યું હતું કે, અલ્પપોષિત બાળકોના સુપોષણની સ્વૈચ્છિક જવાબદારી સમાજના વર્ગો પાલક વાલી ‛એક પાલક એક બાળક’ બનીને ઉપાડશે, તો આ જનઆંદોલન થકી અભિયાનને વેગ મળશે. જેથી રાજ્ય સરકારના તમામ વિભાગો શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી અભિયાનની જેમ જ પોષણ અભિયાનમાં પણ જોડાશે.

ડાંગ જિલ્લામાં પોષણ અભિયાનને જનઆંદોલન બનાવવાનો પ્રારંભ કરાયો

ડાંગ જિલ્લામાં કુપોષણ બાળકોને શોધીને આંગણવાડી દ્વારા પોષણક્ષમ આહાર આપવામાં આવશે અને બાળકને કુપોષણ માંથી મુક્ત કરવામાં આવશે. જેના માટે જનભાગી અને અન્ય સંસ્થાઓ કુપોષિત બાળકોનો પાલક પિતા તરીકે સ્વીકાર કરશે અને બાળકને કુપોષણમાં મુક્ત કરવાની જવાબદારી સ્વીકારશે. આ સંસ્થા બાળકને પોતાનું બાળક સમજી તેનો વિકાસ સારી રીતે કરવાની જવાબદારીનો સ્વીકાર કરશે.

ETV BHARAT
પોષણ અભિયાનને જનઆંદોલન બનાવવાનો પ્રારંભ
ETV BHARAT
પોષણ અભિયાનને જનઆંદોલન બનાવવાનો પ્રારંભ

આ પ્રસંગે શાળાના બાળકો દ્વારા કુપોષિત બાળક અંગેનું નાટક રજૂ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત પાલક પિતાને પ્રમાણપત્ર આપી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.

ETV BHARAT
પોષણ અભિયાનને જનઆંદોલન બનાવવાનો પ્રારંભ

આ કાર્યક્રમમાં પ્રાંત અધિકારી કાજલ ગામીત, પિંપરી ગ્રામ પંચાયતના સરપંચ, જિલ્લા પંચાયત સદસ્ય, ICDSનો સ્ટાફ, પાલક વાલીઓ, આંગણવાડી કાર્યકરો, તેડાગર બહેનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Intro:ડાંગ કલેકટરશ્રી એચ.કે.વઢવાણિયાએ આહવા તાલુકાના પિંપરી ગામે પોષણ અભિયાનનો પ્રારંભ કરાવતા જણાવ્યું હતું કે ૨૦૨૦ થી ૨૦૨૨ સુધી પોષણ અભિયાન તરીકેની ઉજવણી કરવામાં આવશે. રાજ્યમાં એકપણ બાળક કુપોષિત ન રહે તેવી પ્રતિબધ્ધતા સાથે પોષણ અભિયાનને જનઆંદોલન બનાવવાનું આહવાન રાજ્યના મુખ્યમંત્રીશ્રીએ કર્યું છે.Body: અલ્પપોષિત બાળકોના સુપોષણની સ્વૈચ્છિક જવાબદારી સમાજના વર્ગો પાલક વાલી ‛એક પાલક એક બાળક’ બનીને ઉપાડશે તો આ જનઆંદોલન થકી અભિયાનને વેગ મળશે. સમાજસેવા માટે પાલક વાલી બની સમાજનું ઋણ અદા કરવાનો આ ઉત્તમ અવસર છે. રાજ્ય સરકારના બધાજ વિભાગો શાળા પ્રવેશોત્સવ,કન્યા કેળવણી અભિયાનની જેમ જ પોષણ અભિયાનમાં પણ જોડાશે. ડાંગ જિલ્લામાં કુપોષણ બાળકોને સોંધીને આંગણવાડી દ્રારા પોષણક્ષમ આહાર આપીને કુપોષણ માંથી મુકત કરવામાં આવશે. જેના માટે જનભાગી દ્રારા અન્ય સંસ્થાઓ દ્રારા કુપોષિત બાળકોને પાલક પિતા તરીકે સ્વીકારીને સારા બાળક તરીકે કુપોષણમાં મુકત કરવાની જવાબદારી સ્વીકારશે. અને પોતાનું બાળક સમજીને બાળકનો વિકાસ સારી રીતે કરવાની જવાબદારી પાલક પિતા સંભાળ રાખશે. ડાંગ જિલ્લાની પ્રજાએ સાથ અને સહકાર આપે તો આ કાર્ય આપણા માટે ખૂબજ સારી કામગીરી ગણાશે.
શાળાના બાળકો દ્રારા કુપોષિત બાળક અંગે નાટક રજુ કર્યુ હતુ. તેમજ વૃક્ષમાં બીજ તુ ફિલ્મનું નિદર્શન બતાવવામાં આવ્યું હતું.તેમજ બાળ તંદુરસ્તી વાનગી હરીફાઇ સ્પર્ધાનું ઇનામ વિતરણ તેમજ પાલક વાલીઓનું પ્રમાણપત્રથી સન્માન કરવામાં આવ્યું હતું.
પ્રોગ્રામ ઓફિસરશ્રી ભાવના બેને આભાર વિધિ પ્રસંગે જણાવ્યું હતુ કે માન. મુખ્યમંત્રીશ્રી દ્રાર દાહોદ ખાતેથી પોષણક્ષમ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેના ભાગરૂપે આજે ડાંગ જિલ્લાના ડાંગ દરબાર હોલ ખાતેથી ગુજરાત પોષણ અભિયાનની શરૂઆત કરવામાં આવી અને આગામી ૨૦૨૦થી ૨૨ સુધી પાલક પિતાએ કુપોષિત બાળકોને કુપોષણમાંથી મુકત કરવામા માટે જવાબદારી લીધી છે. જે બદલ તેમનો આભાર વ્યકત કર્યો હતો.
Conclusion:આ કાર્યક્રમમાં પ્રાંત અધિકારી શ્રી કાજલ ગામીત, પીંપરી ગ્રામ પંચાયતના સરપંચશ્રી, જિલ્લા પંચાયત સદસ્ય, આઇ.સી.ડી.એસ.નો સ્ટાફ, પાલક વાલીઓ, આંગણવાડી કાર્યકરો, તેડાગર બહેનો, તેમજ ગ્રામજનો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.