ETV Bharat / state

આહવામાં વિજ્ઞાન અને સમાજ વિષયે નેશનલ સાયન્સ ડ્રામા ફેસ્ટીવલ યોજાયો - dang news today

આહવાઃ 'વિજ્ઞાન અને સમાજ’ વિષય આધારીત NCSM નેટવર્ક દ્વારા સમગ્ર ભારતવર્ષમાં નેશનલ સાયન્સ ડ્રામા ફેસ્ટીવલનું આયોજન કરવામાં આવે છે. જેના ભાગરૂપે ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગાંધીનગર પુરસ્કૃત પ્રયોશા જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર ડાંગ-આહવા દ્વારા, એકલવ્ય મોડેલ રેસીડેન્સીયલ સ્કુલ, આહવા ખાતે ડાંગ જિલ્લા કક્ષાના નેશનલ સાયન્સ ડ્રામા ફેસ્ટીવલ-2019 યોજાયો હતો. નવજ્યોત પ્રાયમરી વિભાગની કૃતિ પ્રથમ જાહેર થતા રાજ્ય અને રાષ્ટ્ર કક્ષાએ ભાગ લેશે.

નેશનલ સાયન્સ ડ્રામા ફેસ્ટીવલ
author img

By

Published : Sep 1, 2019, 5:29 AM IST

આ સાયન્સ ડ્રામા ફેસ્ટીવલમાં ડાંગ જિલ્લાની પ્રાથમિક અને માધ્યમિક શાળાઓને આમંત્રિત કરવામાં આવી હતી. જેમાં સહભાગી શાળાઓએ ભાગ લઇ ડ્રામા રજૂ કરી શાળાનું પ્રતિનિધિત્વ કર્યું હતું. નવજ્યોત પ્રાઈમરી વિભાગની કૃતિ પ્રથમ નંબરે જાહેર થતા રાજ્ય તેમજ નેશનલ કક્ષાના સાયન્સ ડ્રામા ફેસ્ટીવલમાં ભાગ લેવા ગુજરાત સાયન્સ સીટી અમદાવાદ ખાતે જશે.

એકલવ્ય મોડેલ રેસીડેન્સીયલ સ્કુલ, આહવાના આચાર્યા સોનલબેન મેકવાનના અધ્યક્ષ સ્થાને યોજાયેલા કાર્યક્રમમાં ગુરૂમંત્રથી શરૂઆત કરી મહાનુભાવો દ્વારા દીપપ્રાગટય કરી ફેસ્ટીવલને ખુલ્લો મુકાયો હતો. સમગ્ર કાર્યક્રમ માટે કેમ્પસ વ્યવસ્થા પુરી પાડવા બદલ લોક વિજ્ઞાન કેન્દ્રના કો.ઓર્ડિનેટર આર.ડી.સૂર્યવંશીએ શાળા પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો. શાળાના વિઘાર્થીઓ અને એસ્કોર્ટ ટીચર્સે ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લઇ ફેસ્ટીવલને સફળ બનાવ્યો હતો.

Intro:‛વિજ્ઞાન અને સમાજ’ વિષય આધારીત એનસીએસએમ નેટવર્ક દ્વારા સમગ્ર ભારતવર્ષમાં નેશનલ સાયન્સ ડ્રામા ફેસ્ટીવલનું આયોજન કરવામાં આવે છે. જેના ભાગરૂપે ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગાંધીનગર પુરસ્કૃત પ્રયોશા જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર ડાંગ-આહવા દ્વારા, એકલવ્ય મોડેલ રેસીડેન્સીયલ સ્કુલ,આહવા ખાતે ડાંગ જિલ્લા કક્ષાના નેશનલ સાયન્સ ડ્રામા ફેસ્ટીવલ-૨૦૧૯ યોજાયો હતો. નવજ્યોત પ્રાયમરી વિભાગની કૃતિ પ્રથમ જાહેર થતા રાજ્ય અને રાષ્ટ્ર કક્ષાએ ભાગ લેશેBody:આ સાયન્સ ડ્રામા ફેસ્ટીવલમાં ડાંગ જિલ્લાની પ્રાથમિક અને માધ્યમિક શાળાઓને આમંત્રિત કરવામાં આવી હતી. જેમાં સહભાગી શાળાઓએ ભાગ લઇ ડ્રામા રજુ કરી શાળાનું પ્રતિનિધિત્વ કર્યું હતું. નવજ્યોત પ્રાઈમરી વિભાગની કૃતિ પ્રથમ નંબરે જાહેર થતા રાજ્ય તેમજ નેશનલ કક્ષાના સાયન્સ ડ્રામા ફેસ્ટીવલમાં ભાગ લેવા ગુજરાત સાયન્સ સીટી,અમદાવાદ ખાતે જશે.Conclusion:એકલવ્ય મોડેલ રેસીડેન્સીયલ સ્કુલ,આહવાના આચાર્યા શ્રીમતી સોનલબેન મેકવાનના અધ્યક્ષ સ્થાને યોજાયેલા કાર્યક્રમમાં ગુરૂમંત્રથી શરૂઆત કરી મહાનુભાવો દ્વારા દીપપ્રાગટય કરી ફેસ્ટીવલને ખુલ્લો મુકાયો હતો. સમગ્ર કાર્યક્રમ માટે કેમ્પસ વ્યવસ્થા પુરી પાડવા બદલ લોક વિજ્ઞાન કેન્દ્રના કો.ઓર્ડિનેટરશ્રી આર.ડી.સૂર્યવંશીએ શાળા પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો.શાળાના વિઘાર્થીઓ અને એસ્કોર્ટ ટીચર્સે ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લઇ ફેસ્ટીવલને સફળ બનાવ્યો હતો.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.