કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વઘઈ ખાતે રાષ્ટ્રિય પશુ રોગ નિયંત્રણ, રાષ્ટ્રિય કૃત્રિમ બીજદાન કાર્યક્રમ તેમજ ભારતના વડાપ્રધાન મોદીના હસ્તે મથુરાથી કાર્યક્રમનું લાઈવ વેબકાસ્ટિંગ દર્શાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશના તમામ પશુપાલક મિત્રો સાથે સીધો સંવાદ કરી કેવી રીતે પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરવો, પશુઓમાં રસીકરણ અને કૃત્રિમ બીજદાન કેવી રીતે વાધે, દેશમાં દુધ ઉત્પાદનમાં 7 ટકા વૃદ્ઘિ અને આવકમાં 13 ટકા વધારો અને 13 હજાર કરોડ રૂપિયા પશુપાલન માટે ફાળવ્યાં હતા.
ર્ડા.મનીષભાઈ પટેલે ખરવા-મોવાસા રોગની લાક્ષણિકતાઓ અને તેના ઉપાયો, ર્ડા. સાગર પટેલે બૃસેલોસિસ લાક્ષણિકતાઓ અને તેના ઉપાયો, ર્ડા.સંજયભાઈ ગાવિતે પશુઓમાં રસીકરણની જરૂરિયાત અને સમજ તથા ર્ડા.ધર્મેશ ચૌધરીએ કૃત્રિમ બીજદાન અને ડાંગ જિલ્લામાં પશુપાલન સબંધિત યોજનાઓની જાણકારી આપી હતી.
કાર્યશાળામાં ર્ડા.જીગ્નેશ ડોબરિયા, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વઘઈની ટીમ સહિત 140થી વધારે પશુપાલક ભાઈઓ-બહેનો ઉપસ્થિત રહી રાષ્ટ્રિય પશુ રોગ નિયંત્રણ, રાષ્ટ્રિય કૃત્રિમ બીજદાન, સ્વચ્છતાએ જ સેવા તેમજ પશુઓમાં રસીકરણ કરવા કટીબંધ થયા હતા.