ETV Bharat / state

ફિલ્મ જગતમાં ખ્યાતિ પામનાર ડાંગનાં અંતરિયાળ વિસ્તારની યુવતી મોનાલિસા પટેલ - મોનાલિસા પટેલ

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર વિશેષ વાત કરીએ તો, ઘણી એવી મહિલાઓ છે જેમનું જીવન અન્યને પ્રેરણા આપે છે. જેમાં આદિવાસી અને પછાત ગણાતા ડાંગ જિલ્લામાં રહીને નાની ઉંમરે એક્ટ્રેસ અને નિર્દેશક તરીકે કારકિર્દી બનાવનાર મોનાલિસા પટેલ અભિનય ક્ષેત્રમાં જવા માંગતી મહિલાઓ માટે પ્રેરણારૂપ બની છે.

ફિલ્મ જગતમાં ખ્યાતિ પામનાર ડાંગનાં અંતરિયાળ વિસ્તારની યુવતી મોનાલિસા પટેલ

author img

By

Published : Mar 8, 2021, 2:14 PM IST

  • ડાંગ નાં અંતરિયાળ સુવિધાઓ નો અભાવ છતાંય ફિલ્મોની દુનિયામાં પોતાનું નામ પ્રખ્યાત કર્યું
  • સીનેવિદ્યા વર્કશોપ દ્વારા મોનાલીસા પટેલ પોતાના વિસ્તારમાં ફિલ્મ નિર્માણ ભણાવે છે
  • મોનાલિસા પટેલની એક્ટ્રેસ, ડાન્સર, સિંગર, અને ડિરેકટર તરીકેની મલ્ટીપલ પર્સનાલિટી

ડાંગ: જિલ્લાના આહવા તાલુકાના નાનકડા આદિવાસી ગામ ચનખલથી માયાનગરી મુંબઈ સુધી પહોંચેલી 23 વર્ષીય મોનાલિસા પટેલનું જીવન સંઘર્ષમય રહ્યું છે. બાળપણથી અભિનયનો શોખ અને તેમાં કારકિર્દી બનાવવાનું સ્વપ્ને ચનખલ ગામની મોનાને એક નવું નામ "મોનાલિસા પટેલ" આપ્યું છે. આજે એક્ટ્રેસ, ડાન્સર, સિંગર અને ડિરેકટર જેવી મલ્ટીપલ પર્સનાલિટી ધરાવતી ડાંગની યુવતી બની ગઈ છે.

ફિલ્મ જગતમાં ખ્યાતિ પામનાર ડાંગનાં અંતરિયાળ વિસ્તારની યુવતી મોનાલિસા પટેલ

સુવિધાઓનો અભાવ છતાંય ફિલ્મોની દુનિયામાં પોતાનું નામ પ્રખ્યાત કર્યું

મોનાલિસા પટેલને સાધન સુવિધાઓના અભાવ સાથે સંદેશા વ્યવહારની પણ મર્યાદાઓ હોવા છતાં ડાંગની આ યુવતીએ માયાનગરી મુંબઈમા પ્રવેશીને સફળતાપૂર્વક રૂપેરી પરદે પદાર્પણ કરીને દુનિયાને દેખાડી દીધુ છે કે, જો તમારામાં પ્રતિભા હોય તો કોઈ પણ મુશ્કેલી તમને સફળ થતા રોકી નથી શકતી. માત્ર ચાર વર્ષની ઉંમરે 'સાવુલી' નામક પ્રાદેશિક ભાષાની પ્રથમ ફિલ્મમા ઉત્કૃષ્ટ અભિનય દેખાડ્યા બાદ 'નેટિવ કોંગો" અને "ચિત્રકૂટ" માં પણ મોનાલિસા પટેલે અભિનયના ઓજસ પાથર્યા છે. 2006થી ઇન્ડિયન ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતા ડાંગની આ યુવતીએ અનેક એડ ફિલ્મો અને વિડીયો આલબમ્સમાં પણ પોતાની અદાકારી દેખાડી છે.

આ પણ વાંચો: નારી શક્તિને સલામ: વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ કોવિંદે મહિલા દિવસની પાઠવી શુભેચ્છા

સીનેવિદ્યા વર્કશોપ દ્વારા મોનાલીસા પટેલ પોતાના વિસ્તારમાં ફિલ્મ નિર્માણ ભણાવે છે

વિશેષ કરીને ડાંગી ડાન્સ, આસામનુ બીહુ નૃત્ય, મહારાષ્ટ્રની લાવણી, રાજસ્થાનનુ ઘુમર જેવી પરંપરાગત નૃત્ય શૈલી ઉપરાંત અર્બન ડાન્સ સ્ટાઇલમા પણ નિપુણતા ધરાવતી આ યુવતી, અંતરિયાળ વિસ્તારના બાળકોમા રહેલી પ્રતિભાને બહાર લાવી શકાય તે માટે અંતરિયાળ વિસ્તારમા રહીને ફિલ્મ નિર્માણની બારીકીઓ "સીનેવિદ્યા વર્કશોપ" ના માધ્યમથી ગ્રામ્ય બાળકોને શીખવી રહી છે. પોતાના ત્રણ વર્ષના ભારત ભ્રમણ બાદ મોનાલિસા પટેલ દ્રઢપણે માને છે કે, જીવનમા 'અભ્યાસ પ્રવાસ' નુ ખૂબ જ મહત્વ રહેલુ છે.

આ પણ વાંચો: નારી શક્તિને સલામ: ગીરમાં સિંહણ સમી ધાક જમાવીને ફરજ અદા કરતી વનવિભાગની મહિલા કર્મચારીઓ

મોનાલિસા પટેલે પોતાની ફિલ્મોથી ગુજરાતને ગૌરવ અપાવ્યું

ગત સપ્તાહે જ અમદાવાદ ખાતે યોજાયેલા 'ઈન્ટરનેશનલ લિટરેચર ફેસ્ટિવલ' માં ભાગ લઈને આવેલી મોનાલિસા પટેલ મરાઠી ફિલ્મ "નાદ પ્રેમાચા" સહિત તેણીના હોમ પ્રોડકશનની આગામી ફિલ્મ "શમા" માં કામ કરીને ડાંગ અને ગુજરાતને ગૌરવ પ્રદાન કરી રહી છે. સાથે આગામી 10મી માર્ચે આમિર ખાનની આગામી ફિલ્મ "કોઈ જાને ના" નું 'હરફન મૌલા...' સોન્ગ રિલીઝ થઈ રહ્યું છે, જેમા પડદા પાછળની ડિરેક્શન ટીમમા પણ મોનાલિસા પટેલે તેની ક્રિએટિવિટી દેખાડી છે. એક્ટ્રેસ, ડાન્સર, સિંગર, અને ડિરેકટર તરીકેની મલ્ટીપલ પર્સનાલિટી "મોના પટેલે" "આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે આપતા જણાવ્યું હતું કે કોઈ પણ કામમાં ધ્યેય લઈને ચાલીએ તો સખત મહેનત બાદ સફળતા જરૂર મળે છે.

આ પણ વાંચો: સયાજી હોસ્પિટલમાં કોરોનાની કપરી પરિસ્થિતિમાં ફરજ બજાવતી મહિલા શક્તિને બિરદાવી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.