- કેબિનેટ પ્રધાન ગણપત વસાવા ડાંગની મુલાકાતે
- કેબિનેટ પ્રધાને વહીવટી તંત્રા સાથે બેઠક કરી
- મારું ગામ કોરોનામુક્ત ગામ અભિયાનની કરાઈ સમીક્ષા
ડાંગઃ રાજ્ય સરકારે કોરોનાને હરાવવા મારું ગામ કોરોના મુક્ત ગામ અભિયાન શરૂ કર્યું છે ત્યારે ડાંગ જિલ્લાના પ્રભારી મંત્રી ગણપત વસાવાએ ડાંગ જિલ્લાની મુલાકાત લઈ વહીવટી તંત્ર સાથે બેઠક કરી હતી. કેબિનેટ પ્રધાને કોરોનામુક્ત બન્યા બાદ ડાંગ જિલ્લાની મુલાકાત કરી હતી.
આ પણ વાંચોઃ અંકોડિયા ગામમાં 10 બેડનું આઈસોલેશન સેન્ટર શરૂ કરાયું
પ્રધાને ડાંગના ત્રણ ગામોની મુલાકાત કરી
કેબિનેટ પ્રધાન વસાવાએ સિવિલની મુલાકાત બાદ તંત્ર સાથે બેઠક યોજી હતી. રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત છે ત્યારે આ ચેપી અને જીવલેણ રોગના સંક્રમણની ચેઈન તોડવા સરકારે મારું ગામ કોરોના મુક્ત ગામ અભિયાન શરૂ કર્યું છે. તો બીજી લહેરમાં ગ્રામીણ વિસ્તારના લોકો વધુ સંક્રમિત થતા હોવાથી સરકાર ચિંતામાં જોવા મળી રહી છે. પ્રધાન ગણપત વસાવા પોતે કોરોના સંક્રમિત થતા સ્વસ્થ થયા બાદ ડાંગની મુલાકાતે પહોંચ્યા હતા.
આ પણ વાંચોઃ 'મારુ ગામ કોરોનામુક્ત ગામ' અભિયાન - ઠાસરા તાલુકાના ગામોને કોરોના મુક્ત કરવા બેઠક યોજાઈ
જિલ્લાને કોરોનામુક્ત બનાવવા પ્રધાને પહેલ કરી
પ્રધાને પોતાના મતવિસ્તાર ડાંગ જિલ્લાની મુલાકાત લઈ જિલ્લાને કોરોનામુક્ત બનાવવાની પહેલ કરી હતી. પ્રધાને જિલ્લાના ત્રણ ગામોની મુલાકાત લીધી હતી, જ્યાં ગામજનોએ પ્રાથમિક શાળાને આસોલેશન વોર્ડ બનાવી સંક્રમિત થયેલા લોકોની સેવા કરવાનું કામ શરૂ કર્યું છે. આ સાથે પ્રધાને આહવા સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈ અને વહીવટી તંત્ર સાથે બેઠક પણ કરી હતી.