ડાંગ: જિલ્લાનાં વધઈ તાલુકામાં સમાવિષ્ટ ઝાવડા ગામમાં દીપડાએ સ્થાનિક પશુપાલકનાં બળદનું મારણ કરતા ભયનો માહોલ સર્જાયો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ડાંગ જિલ્લાનાં વઘઈ તાલુકામાં સમાવિષ્ટ ઝાવડા ગામમાં બે ત્રણ દિવસ પૂર્વે 5 કલાકના અરસામાં શિકારની શોધમાં આમ તેમ ભટકતો ખુંખાર દીપડો અચાનક જ ગામમાં પ્રવેશ્યો હતો.
આ ખુંખાર દીપડાએ ઝાવડા ગામનાં પશુપાલક નામે મનસ પવારનાં ઘરમાં બાંધેલો એક ખેતી લાયક બળદનું મારણ કરતા ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે. આ બનેલા ઘટનાની જાણ પશુપાલક દ્વારા નજીકનાં રાઉન્ડ ફોરેસ્ટ ઓફિસ, ચિકાર ખાતે કરતા આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ગ્રામજનોનાં જણાવ્યા અનુસાર, આ ખુંખાર દીપડાની ગામ નજીક રોજેરોજ ચહલ પહલ ચાલુ થઈ છે, ત્યારે આ ગામનાં લોકોને સાંજ પડે એના પહેલા ઘરનાં દરવાજા બંધ કરવા પડે છે. જેથી વન વિભાગ હાલમાં લોકો અને પાલતુ પશુઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી પાંજરા ગોઠવી, આ દીપડાને પકડી અન્યત્ર દુરનાં જંગલોમાં છોડે તેવી લોક માગ ઉઠી છે.