જિલ્લા ક્ષય અધિકારી ડો.પાઉલ વસાવાએ જણાવ્યું હતું કે, "મારૂ ગામ ટીબી મુક્ત ગામ" બનાવવા માટે સરકારના ભગિરથ પ્રયાસને સાર્થક બનાવવા માટે જિલ્લાના બે તાલુકાઓ વધઈ અને સુબીર તાલુકાના ગામડાઓમાં જુદા જુદા રૂટ બનાવીનેમાં ટીબી ડાયગ્નોસ્ટીક મોબાઈલ વાન મોકલવામાં આવશે. વાનને પ્રસ્થાન કરાવી વધઈ તાલુકાના કાલીબેલ,કોસીમદા,ભેંસકાત્રી રૂટ પર 5756 લોકો સુધી પહોંચવાનો પ્રયાસ કરાયો હતો. 27 ઓગસ્ટ 2019ના રોજ કોઈલીપાડા, વાંઝટઆંબા, ચિકાર અને ઝાવડા રૂટ પર વાન જશે. 28 ઓગસ્ટના રોજ સાકરપાતળ, ભદરપાડા, દગુનિયા,આહેરડી, 29 ઓગસ્ટના રોજ બારખાંધિયા, રંભાસ, સૂર્યાબરડા અને માનમોડી ખાતે લોકોની તપાસણી હાથ ધરાશે.
સુબીર તાલુકામાં 30 ઓગસ્ટ 2019ના રોજ PHC પીપલદહાડ, કડમાળ, લવચાલી અને શેપુઆંબા, 31 ઓગસ્ટના રોજ નિશાણા, કાકશાળા, જામાલા, શિંગાણા અને સુબીર ખાતે લોકોની તપાસણી કરાશે. જ્યારે 3 સપ્ટેમ્બરના રોજ પૂર્વ પટ્ટીના ગામો ગારખડી, માળગા, ખાજુર્ણા, ખાંભલા ખાતે વાન પહોંચશે. જે લોકોને ટીબીના લક્ષણો જેવા કે બે અઠવાડિયા કરતા વધુ સમયથી ખાંસી હોય,ગળફામાં લોહી પડતું હોય, ખાસ કરીને સાંજના સમયે ઝીણો તાવ આવતો હોય,ભૂખ ન લાગતી હોય તથા વજનમાં ધટાડો થતો હોય તેવા લક્ષણો ધરાવતા તમામ શંકાજનક ટીબીના દર્દીઓએ મોબાઈલ એક્સ-રે-વાનનો મહત્તમ લાભ લેવા જિલ્લા ક્ષય અધિકારી, આહવા-ડાંગની અખબારી યાદીમાં જણાવાયું હતું.