ETV Bharat / state

ડાંગ જિલ્લાના આહવા, વધઈ અને સુબીર ખાતે મોડેલ જન સેવા કેન્દ્રનો પ્રારંભ

author img

By

Published : Mar 9, 2020, 11:16 PM IST

Updated : Mar 9, 2020, 11:53 PM IST

ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે સોમવારના રોજ રાજ્યના વન અને આદિજાતિ વિકાસ પ્રધાન તેમજ ડાંગ પ્રભારી મંત્રી રમણલાલ પાટકરે મોડેલ જન સેવા કેન્દ્રનો પ્રારંભ કર્યો હતો.

ETV BHARAT
ડાંગ જિલ્લામાં આહવા, વધઇ અને સુબીર ખાતે મોડેલ જન સેવા કેન્દ્રનો પ્રારંભ

ડાંગઃ જિલ્લામાં મોડેલ જનસેવા કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ પ્રસંગે રમણલાલ પાટકરે જણાવ્યું હતું કે, ડિજીટલ ગુજરાત પોર્ટલ ધરાવતો ડાંગ જિલ્લો ત્રીજો છે. જિલ્લામાં અરજદારો માટે સરકારની કુલ 198 સેવા ટોકન સિસ્ટમથી અમલી બની છે. સંપૂર્ણ પારદર્શક અને ડિજીટલ સેવા આહવા, વધઇ અને સુબીર તાલુકામાં પણ હવે શરૂ કરવામાં આવી છે.

કલેક્ટર એન.કે.ડામોરે આ અંગે જણાવ્યું હતું કે, અરજદારોને કોઇપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે 40 બેઠક વ્યવસ્થા, મફત ફોર્મ તેમજ ફોર્મ ભરવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. મોડેલ જન સેવા કેન્દ્ર ખાતે સરકારે નક્કી કરેલી સેવાઓ માટે ટોકન નંબર મુજબ કામગીરી કરવામાં આવશે.

મોડેલ જનસેવા કેન્દ્રના ઉદ્ઘાટન પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ બીબીબેન ચૌધરી, ધારાસભ્ય મંગળ ગાવિત, પૂર્વ ધારાસભ્ય વિજય પટેલ, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ બાબુરાવ ચૌર્યા, પૂર્વ સુબીર તાલુકા પ્રમુખ રાજેશ ગામીત, મામલતદાર ધવલ સંગાડા, પ્રતિક પટેલ, જેશભાઇ પટેલ સહિત જનસેવા કેન્દ્ર સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.

ETV BHARAT
ખાતે મોડેલ જન સેવા કેન્દ્રનો પ્રારંભ

Last Updated : Mar 9, 2020, 11:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.