ડાંગ જિલ્લાના લોકોને આરોગ્યની વધુ સારી સુવિધા મળી રહે તે માટે હંમેશા કટિબદ્ધતા દર્શાવતા કલેકટર એન.કે.ડામોરે જણાવ્યું હતું કે, અંતરિયાળ વિસ્તારમાં ‛ખિલખિલાટ’ વાનને કારણે સગર્ભા બહેનોને ઝડપથી સુવિધા મળી રહેશે. ગામડાઓમાં નાના રસ્તે પણ આ વાહન સમયસર પહોંચી જશે. સરકારની સેવાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચે અને લોકોનું આરોગ્ય જળવાય એવો સરકારનો અભિગમ છે.

ઈમરન્સી મેનેજમેન્ટ એક્ઝેકયુટીવ મનોજકુમાર શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, પહેલા આહવા અને સુબીર ખાતે તેમ 2 વાન હતી. જ્યારે હાલમાં વધઈ-સાપુતારા, શામગહાન વિસ્તારના ગામો કવર કરવામાં આવશે. સગર્ભા બહેનોને ધરેથી લેવા અને ત્યારબાદ બાળક સાથે પોતાના ધર સુધી ‛ખિલખિલાટ’ વાન પહોંચાડશે.

અત્યાર સુધી કુલ 7000 કેસોમાં ‛ખિલખિલાટ’ વાનની સેવા અપાઇ છે. આહવામાં મહિને સરેરાશ 350 કેસોના કોલ મળે છે. જ્યારે સુબીર ખાતે અત્યાર સુધીમાં 1300 કેસ એટેન્ડ કરાયા હતાં.
