આહવાઃ ડાંગ જિલ્લાના રંગ ઉપવન ખાતે ડાંગ દરબારનું રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવશે. જેમાં રાજવીઓને પોલિટિકલ પેન્શન એનાયત કરવાની સાથે સાથે તેમનું પાન-સોપારી અર્પણ પારંપારિક સ્વાગત પણ કરાશે.
આ શુભ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે રાજ્યકક્ષાના વન અને આદિજાતિ વિકાસ પ્રધાન તેમજ ડાંગ જિલ્લા પ્રભારી રમણલાલ પાટકર, અતિથિ વિશેષ જિલ્લા પંચાયત પ્રમુખ બીબીબેન ચૌધરી, વલસાડ-ડાંગ સંસદ સભ્ય ડૉ. કે.સી.પટેલ, ધારાસભ્ય મંગળભાઇ જી. ગાવિત ઉપસ્થિત રહેશે.
5થી 8 માર્ચ, 2020 દરમિયાન આહવાના આંગણે યોજાઇ રહેલા આ ડાંગ દરબાર દરમિયાન દરરોજ સાંજે 7ઃ30 વાગ્યે રંગ ઉપવન ખાતે સ્થાનિક પારંપારિક ડાંગી નૃત્યો સહિત વિવિધ કલાકારો દ્વારા રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રજૂ કરાશે. જેનો લાભ પ્રજાજનોને મળશે.