ડાંગ : જિલ્લાનાં વઘઇ તાલુકામાં સમાવિષ્ટ ગોદડીયા ગામે રહેતા શંકરભાઇ મનાભાઇ ગાયકવાડ તેની પત્ની સાથે મજુરી કામ કરી જીવનનિર્વાહ કરી રહ્યા હતા. પરંતુ ગત સોમવારનાં રાત્રે શંકરભાઇ મનાભાઇ ગાયકવાડે તેમની પત્નીનાં કોઇ અન્ય વ્યકિત સાથે આડા સંબધ હોવાની શંકા વહેમ રાખી પત્ની સાથે બોલાચાલી કરી ઉગ્ર ઝઘડો કર્યો હતો. જે ઝધડો વધુ ઉગ્ર બનતા રોષે ભરાયેલા પતિ શંકરભાઈ ગાયકવાડે ઘરમાં પડેલા લાકડાના ફાટીયા વડે પત્ની મમતાબેન પર હુમલો કરી માથાનાં ભાગે બે ત્રણ સપાટા મારતા પત્નીને ગંભીર ઇજાઓ પહોંચી હતી. તેમજ ગંભીર રીતે ઘવાયેલ અને મમતાબેનનું ઘટના સ્થળ પર જ મોત નીપજયુ હતુ.
આ બનાવ બાબતે મૃતક મહિલાના પિતા મંગળભાઇ ચૌધરીએ ઘટનાની ફરિયાદ વઘઇ પોલીસ મથકે નોંધાવી હતી. બાદમાં વઘઇ પોલીસ મથકની ટીમે ઘટના સ્થળે પહોચી બનાવ અંગેની તપાસ હાથ ધરી હતી. જેમાં હત્યાનાં વોન્ટેડ આરોપી પતિ એવા શંકરભાઈ ગાયકવાડની વઘઇ પોલીસની ટીમે બુધવારે ધરપકડ કરી હતી. હાલમાં વઘઇ પોલીસ મથકનાં પી.એસ.આઈ.ડી.ડી.વસાવાએ હત્યાના આરોપી એવા શંકરભાઈ ગાયકવાડની ધરપકડ કરી તેની સામે આઈ.પી.સી.કલમ 302 અને 504 મુજબનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.