ETV Bharat / state

ડાંગમાં કોરોનાં પોઝિટિવ દર્દીએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા - Elderly man commits suicide in Dangs

વઘઈ તાલુકાના ચીચીનાંગાવઠા ગામે એક આધેડ વયના વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા, ચિંતામાં જ આ વ્યક્તિએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરતાં સમગ્ર પંથકમાં ચકરાર મચી ગઈ હતી.

dang
ડાંગમાં કોરોનાં પોઝિટિવ વ્યક્તિએ ફાંસો ખાઈ આત્મહત્યા કરી
author img

By

Published : Apr 15, 2021, 1:35 PM IST

Updated : Apr 15, 2021, 7:56 PM IST

  • ડાંગનાં ચિચીનાગાંવઠા ગામે આધેડ વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ
  • રિપોર્ટ પોઝિટિવ આવતાં ચિંતામાં ગળે ફાસો કરી આત્મહત્યા કરી
  • આરોગ્ય વિભાગે હોમ ક્વોરેન્ટાઇન ની સલાહ આપી હતી

ડાંગ: જિલ્લાના વઘઈ તાલુકાના ચીચીનાંગાવઠા ગામના ગનશુભાઈ ભાવુભાઈ નિમ્બારે ઉ.વ. 63 વર્ષનો કોરોના પોઝિટિવ આવતા તેઓએ સવારે પોતાના ગામે ઘરથી થોડે જંગલ વિસ્તારના દુર ખેતરમાંના સાગના ઝાડ સાથે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતાં અરેરાટી ફેલાઈ હતી.

આરોગ્યકર્મીઓ દ્વારા પોઝિટિવ દર્દીને હોમ ક્વોરેન્ટાઇનની સલાહ આપવામાં આવી હતી.

ચિચિનાગાવંઠા ગામે રહેતા ગનશુભાઈ ભાવુભાઈ નિમ્બારે ઉ. વ. 63નો કોરોના સંક્રમિત થયા હતા. તેઓનો રિપોર્ટ પોઝિટિવ આવતાં તેઓને આરોગ્ય વિભાગ દ્વારા હોમ ક્વોરેન્ટાઇન થવા જણાવવામાં આવ્યું હતું. કોરોના સંક્રમિત થવાથી ગનશુભાઈ ભાવુભાઈ નિમ્બારે માનસિક રીતે પડી ભાંગ્યા હતા. સવારના અરસામાં ઘરેથી નીકળી ગામમાં જંગલ વિસ્તારમાં ઝાડ સાથે ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હતું. ત્યારબાદ ગામના કોઈકે ગળે ફાંસો ખાધેલી હાલતમાં જોઈ તેમણે ગ્રામજનોને જણાવ્યું હતું ઘટનાની જાણ આસપાસના લોકોને થતા પાડોશીઓ પણ એકત્રીત થઇ ગયા હતા. ગ્રામજનો દ્વારા આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી જેથી વઘઈ પોલીસ સ્ટેશનના પીએસઆઇ સહિત પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ડાંગમાં કોરોનાં પોઝિટિવ વ્યક્તિએ ફાંસો ખાઈ આત્મહત્યા કરી

આ પણ વાંચો : ડાંગ જિલ્લામાં બુધવારે કોરોનાના નવા 6 પોઝિટિવ કેસ નોંધાયા

જિલ્લામાં કોરોનાના વધતાં કેસોને લઈ લોકોમાં ભયનો માહોલ

કોરોનાનો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે. અને તેના કારણે લોકોમાં તેનો ડર પણ ખતરનાક રીતે વધી રહ્યો છે. દિવસેને દિવસે કોરોનાના ડરનો ભોગ બની રહેલા દર્દીઓની સંખ્યામા પણ વધારો થઇ રહ્યો છે. તેના કારણે ચિંતા ગભરામણ, ધબકારા વધી જવા, ગભરામણ થવી જેવા અનેક લક્ષણો દેખાઈ રહ્યાં છે. કોરોનાને પગલે લોકોની માનસિક સ્થિતિ બગડી રહી છે. કોરોનાના કહેર વચ્ચે લોકો માનસિક રીતે ભાંગી પડ્યા છે. માનસિક તણાવના કારણે લોકો શારીરિક અસ્વસ્થ થવા લાગ્યા છે.

આ પણ વાંચો : વેક્સિનોત્સવના કાર્યક્રમનો લાભ લેવા નાગરિકોને કલેક્ટરની અપીલ

વઘઇ માજી તાલુકા પ્રમુખની અપીલ કોરોનાંથી હતાશ થવું નહિ

માજી તાલુકા પ્રમુખે ગામવાસીઓને જણાવ્યું હતું કે ગામમાં બનેલી આ ઘટના ખુબજ દુઃખદ કહી શકાય તમામ જિલ્લાના લોકોને અમારુ સુચન છે કે કોરોના મહામારીના લીધે કોરોના સંક્રમિત થઈ પણ શકાય છે, પરંતુ કોરોનાંથી કોઈએ હતાશ થવું જોઈએ નહીં ,આવી બીમારી થી ડરવું નહી. એની સામે આ વહીવટી તંત્ર અને આરોગ્ય તંત્ર સાથે એક સાથે કદમ મિલાવી સારવાર લઇ આ બીમારીમાંથી ઉજાગર થઈ નવું જીવન શિખવુ જોઈએ જેથી કરી આ ચીચીનાંગાવઠા ગામે બનેલ ઘટના ખુબજ દુઃખદ છે જેથી આવું ના થાય એ માટે ગ્રામજનો વતી સૌને અપીલ કરીયે છે.

Last Updated : Apr 15, 2021, 7:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.