- પ્રથમ વખત યોજાશે પાટણમાં ચૂંટણી
- પસંદગીનો ઉમેદવાર ન મળતાં કોંગ્રેસમાં આંતરિક વિખવાદ
- ભાજપ અને કોંગ્રેસ બન્ને પાર્ટીઓ પ્રચારમાં વ્યસ્ત
ડાંગઃ જિલ્લામાં પ્રથમ વખત પેટા ચૂંટણી યોજવા જઈ રહી છે. ત્યારે કોંગ્રેસનાં ધારાસભ્ય મંગળ ગાવીતનાં રાજીનામાં બાદ આ બેઠક ખાલી પડી છે. આ વિધાનસભા બેઠક 3 દાયકાથી કોંગ્રેસની બાજુમાં રહી છે. અહીં ફક્ત એકવાર ભાજપ પક્ષની જીત થઈ છે, ત્યારે ભાજપ પક્ષ સતત એકના એક ઉમેદવારે આ વખતે 5મી વાર ટિકિટ આપી છે. ભાજપ અહીં પોતાના ઉમેદવારને જીતાડવા માટે બુથ લેવલે કામગીરી કરી રહ્યું છે. જે પ્રચારમાં કેબિનેટ પ્રધાન ગણપત વસાવા અને ઈશ્વર પરમાર પણ જોડાઈ ગયાં છે.
કેબિનેટ પ્રધાન ગણપત વસાવા લાગ્યા પ્રચારમાં
ભાજપ પાર્ટીના ઉમેદવાર વિજયભાઈ પટેલના પ્રચાર સંદર્ભે ગામડાઓમાં પ્રચાર કરતાં કેબિનેટ પ્રધાન ગણપત વસાવાએ જણાવ્યું હતું કે ગુજરાતમાં 8 બેઠકો માટે વિધાનસભાની પેટા ચૂંટણીઓ આવી રહી છે, ત્યારે દરેક પક્ષ પોતાના પ્રચારમાં લાગી ગયાં છે. 8 બેઠકો પર ભાજપનું સંગઠન બુથ લેવલે મજબૂત હોવાથી વિજય રૂપાણી અને સી.આર.પાટીલનાં નેતૃત્વમાં 8 બેઠકો પર જીત મેળવશે.
આંતરિક વિખવાદ
ગણપત વસાવા ડાંગ ભાજપના ઉમેદવાર વિજય પટેલના પ્રચાર પ્રસારમાં ગામે ગામ બુથ લેવલે તેમનો પ્રચાર કરી રહ્યાં છે, ત્યારે તેમણે જણાવ્યું કે, ડાંગ કોંગ્રેસમાં પસંદગીનો ઉમેદવારના મળતાં કોંગ્રેસમાં આંતરિક વિખવાદ ચાલું થઈ ગયાં છે. જેનો ફાયફો ભાજપને થશે અને ભાજપ પાર્ટી 50 હજાર લીડ મત થી આ બેઠક જીતશે.
ભાજપનો પ્રચાર પ્રસાર
ઉલ્લેખનીય છે કે, ભાજપ અને કોંગ્રેસ બન્ને પાર્ટીઓ પોતાના પ્રચારમાં જોરજોરથી લાગી ગયાં છે. બન્ને પાર્ટીઓ તરફથી પોતાના સ્ટાર પ્રચારકોને મેદાને ઉતાર્યા છે, ત્યારે ભાજપ પક્ષ ડાંગ બેઠક પર પોતાનાં પગ જમાવવા માટે કેબિનેટ પ્રધાન ગણપત વસાવાને ગામે ગામ બુથ લેવલે પ્રચારમાં લગાવી દીધાં છે. જેમાં ગણપત વસાવા લગભગ 1 મહિનાથી ડાંગ જિલ્લામાં પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. આ પહેલાં તેઓ રસ્તાઓનું ખાતમુહૂર્ત કરીને ભાજપ વિકાસ અર્થે કામ કરે છે. તેવું સાબિત કરવાં લોકોને બુથ સુધી જઇ, પેજ પ્રમુખ બનાવી ભાજપનો પ્રચાર પ્રસાર કરી રહ્યાં છે.