ETV Bharat / state

ડાંગ જિલ્લામાં નુકસાનીનું વળતર મેળવવા 3715 ખેડૂતોની દરખાસ્ત રજૂ કરાઇ - ડાંગના તાજા સમાચાર

વઘઇ: જિલ્લાના ખેડૂતોએ કમોસમી વરસાદમાં થયેલા નુકસાનની અરજી કરવાની રહેતી હોય છે. જેની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર હોવાથી ડાંગના ખેડૂતો હજૂ 10 દિવસ સુધી અરજી કરી શકશે.

ETV BHARAT
નુકસાનીનું વળતર મેળવવા 3715 ખેડૂતોની દરખાસ્ત રજૂ કરવામાં આવી
author img

By

Published : Dec 21, 2019, 5:50 AM IST

ડાંગ જિલ્લામાં 13140 ખાતેદારો પૈકી 3715 ખાતેદારોએ વરસાદથી થયેલા નુકસાન અંગે દરખાસ્ત કરી છે. ખેડૂતોને ખાતાદીઠ 6800 રૂપિયા પ્રતિ હેક્ટર અને 2 હેક્ટરની મર્યાદામાં સહાય મળવાપાત્ર છે. જેનો લાભ મેળવવા માટે ખેડૂતોને ગ્રામ પંચાયત ખાતે વિલેજ કમ્પ્યુટર ઓપરેટર મારફતે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર 31 ડિસેમ્બર સુધી ઓનલાઇન અરજી કરવાની રહેશે.

ETV BHARAT
નુકસાનીનું વળતર મેળવવા 3715 ખેડૂતોની દરખાસ્ત રજૂ કરવામાં આવી

જિલ્લામાં ખેડૂતોએ કરેલી અરજી 28.27 ટકા છે. જેથી મહતમ ખેડૂતો આ પેકેજનો લાભ મેળવે એ દિશામાં ખેતીવાડી શાખા દ્રારા પ્રયાસો થઇ રહ્યા છે. અરજી કરવા માટે વરસાદથી થયેલા નુકસાન અંગે 8/અ ખાતા નંબર, આધાર કાર્ડની નકલ, બેન્ક પાસબુકની નકલ(IFSC કોડ સાથે) અને ખેડૂત ખાતેદારનો મોબાઇલ નંબર પણ જરૂરી છે.

ઓનલાઇન કરેલી અરજીની પ્રિન્ટ આઉટ મેળવી અને તેમાં ખેડૂત ખાતેદારે સાઇન કરીને આ તમામ કાગળો સહિત અરજી અને સંયુક્ત ખાતાના કિસ્સામાં તમામ ખાતેદારોની સાઇન સાથે વિલેજ કમ્પ્યુટર ઓપરેટરને જમા કરાવવાના રહેશે.

આહવા તાલુકામાં કુલ 5386 ખેડૂત ખાતેદારો સામે 1582 અરજી કરવામાં આવી છે. જ્યારે વઘઇ તાલુકામાં કુલ 4172 ખેડૂત ખાતેદારો દ્વારા 1361 અરજી કરવામાં આવી છે. સુબિર તાલુકામાં 3582 ખેડૂત ખાતેદારોએ 772 અરજી કરી છે. આ ઉપરાંત કમોસમી વરસાદથી થયેલા નુકસાનનો લાભ મેળવવા માટે હજૂ 10 દિવસ બાકી છે. જેથી મહતમ ખેડૂતો લાભ લઇ શકે તેવા પ્રયાસો થઇ રહ્યા અંગે જિલ્લા ખેતીવાડી અધિકારીએ જણાવ્યું છે.

Intro:ડાંગ જિલ્લામાં ૧૩૧૪૦ ખાતેદારો પૈકી ૩૭૧૫ ખાતેદારોએ વરસાદથી થયેલા નુકશાન અંગે દરખાસ્ત કરી છે. ખેડૂતોને ખાતાદીઠ ૬૮૦૦ રૂપિયા પ્રતિ હેક્ટર અને બે હેક્ટરની મર્યાદામાં સહાય મળવાપાત્ર છે.Body: જેનો લાભ મેળવવા માટે ખેડૂતોએ ગ્રામ પંચાયત ખાતે વિલેજ કમ્પ્યુટર ઓપરેટર મારફતે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર તા.૩૧ ડિસેમ્બર સુધીમાં ઓનલાઇન અરજી કરવાની થાય છે,જિલ્લામાં ખેડૂતોએ કરેલી અરજીની ટકાવારી ૨૮.૨૭ ટકા છે,જેથી મહતમ ખેડૂતો આ પેકેજનો લાભ મેળવે એ દિશામાં ખાસ કરીને ખેતીવાડી શાખા દ્રારા પ્રયાસો કરાયા છે.
અરજી કરવા માટે વરસાદથી થયેલા નુકસાન બાબતે ૮/અ ખાતા નંબર,આધાર કાર્ડની નકલ,બેંક પાસબુકની નકલ(IFSC કોડ સાથે) અને ખેડૂત ખાતેદારનો મોબાઇલ નંબર પણ જરુરી છે,ઓનલાઇન કરેલી અરજીની પિ્રન્ટ આઉટ મેળવી અને તેમાં ખેડૂત ખાતેદારે સહી કરીને આ તમામ કાગળો સહિતની અરજી અને સંયુક્ત ખાતાના કિસ્સામાં તમામ ખાતેદારોની સહી સાથે વિલેજ કમ્પ્યુટર ઓપરેટરને જમા કરાવવાના રહશે. Conclusion:આહવા તાલુકામાં કુલ ૫૩૮૬ ખેડૂત ખાતેદારો સામે ૧૫૮૨ અરજી થયેલ છે, વધઇ તાલુકામાં કુલ ૪૧૭૨ ખેડૂત ખાતેદારો સામે ૧૩૬૧ અરજી થયેલ છે, સુબિર તાલુકામાં કુલ ૩૫૮૨ ખેડૂત ખાતેદારો સામે ૭૭૨ અરજી થયેલ છે તેમજ કમોસમી વરસાદથી થયેલા નુકસાન સામે લાભ મેળવવા માટે હવે ૧૧ દિવસ બાકી છે, જેથી મહતમ ખેડૂતો લાભ લે તે માટે પ્રયાસ ચાલી રહ્યો છે જે જિલ્લા ખેતીવાડી અધિકારીએ અખબાર યાદીમાં જણાવ્યું છે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.