ડાંગઃ રાજ્યના એકમાત્ર ગિરિમથક સાપુતારામાં હોટેલ ચાલું કરવામાં આવી છે, ત્યારે અહીં કોરોનાં વાઈરસનું સંક્રમણ ના ફેલાય તે માટે હોટેલમાં ઓટોમેટિક થર્મલ સ્કેનર અને સેનિટાઈઝર મશીન ગોઠવવામાં આવ્યાં છે.
ગુજરાત રાજયના એકમાત્ર ગિરિમથક સાપુતારા જે હવા ખાવાના સ્થળ તરીકે ગુજરાત ઉપરાંત દેશભરમાં પ્રખ્યાત છે. ગુજરાત રાજ્યના બોર્ડર ઉપર આવેલા સાપુતારામાં ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર રાજ્યના સૌથી વધું પ્રવાસીઓ આવે છે. હાલમાં કોરોના વાઈરસનાં કારણે લોકડાઉનમાં દરમિયાન સાપુતારાને બંધ રાખવામાં આવેલું હતું. પણ કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ કન્ટેનમેન્ટ ઝોન સિવાયનાં અન્ય વિસ્તારોમાં શરતી મંજૂરી સાથે હોટેલો તથા રેસ્ટોરન્ટ ખોલવાની પરવાનગી આપેલી છે, ત્યારે સાપુતારા ખાતે પણ હવે ધીમીધીમે પ્રવાસીઓ આવી રહ્યાં છે.
![સાપુતારા હોટેલમાં ઓટોમેટિક થર્મલ સ્કેનર અને સેનિટાઈઝર ગોઠવવામાં આવ્યા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/7681433_vabdad.jpg)
કોરોનાં વાઈરસના સંક્રમણના ફેલાતો અટકાવવા માટે સાપુતારાની હોટેલોમાં સ્થાનિક 50 ટકા સ્ટાફ સાથે હોટેલ ચાલું કરેલી છે. બહારથી આવનારા પ્રવાસીઓને હોટેલમાં એન્ટ્રી આપતાં પહેલાં તેઓને ઓટોમેટિક સેનિટાઈઝર મશીનમાંથી પસાર થવું પડે છે. બાદમાં ઓટોમેટિક થર્મલ સ્કેનર મશીન દ્વારા તેઓનું ટેમ્પરેચર માપવામાં આવે છે.
રેસ્ટોરન્ટમાં QR કોડ દ્વારા મેન્યુ ઓર્ડર કરી શકાય છે. જ્યારે દરેક હોટેલોમાં હેન્ડ સેનીટાઈઝર તથા માસ્કને ફરજીયાત કરવામાં આવેલુ છે. તથા હોટેલ સ્ટાફ માટે ફરજીયાત માસ્કનો ઉપયોગ કરલો છે. સાપુતારામાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતાં હોય છે, ત્યારે અહીં કોરોના વાઇરસના ફેલાય તે માટેના તકેદારીના તમામ પગલાં લેવાઈ રહ્યા છે.