- લિંગા ગામનાં રાજાનું કંગન મળી જતાં હોળીની ઉજવણી થશે
- હોળીની ઉજવણી કરવાં માટે ગ્રામજનોમાં ભારે ઉત્સાહ
- આ 2 ગામમાં ગત વર્ષે હોળી પ્રગટાવવામાં આવી નહોતી
ડાંગ: જિલ્લાનાં આદિવાસીઓનો મુખ્ય તહેવાર હોળી છે. ડાંગીઓ હોળી તહેવાર આનંદ અને ઉલ્લાસભેર ઉજવે છે. આ વર્ષે કોરોનાં મહામારીના કારણે ભીડ એકત્ર ન કરી સાદાઈપૂર્વક હોળી ઉજવણી કરવા કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું છે. જોકે, ગતવર્ષ કોરોનાં મહામારી પહેલાં હોળી પર્વની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. પરંતુ, ડાંગના 2 ગામડાઓમાં હોળી ઉજવણી કાર્યક્રમ થઈ શક્યો નહતો.
આ પણ વાંચો: અમદાવાદ ઇસ્કોન મંદિરમાં ભાગવાનને ફૂલોની હોળી રમાડાશે
લિંગાના રાજવીનું પંચધાતુનું કંગન ખોવાઈ ગયું હતું
ગત વર્ષે લિંગા અને ખડકવહળી ગામે હોળી તહેવારોની ઉજવણી થઈ શકી નહોતી. લિંગા ગામનાં રાજવી પરિવારનું પંચધાતુનું કંગન ખોવાઈ ગયું હોવાનાં કારણે આ 2 ગામમા હોળી ઉત્સવ મોકૂફ રાખવામાં આવ્યો હતો. રામાયણ કાળના જનકરાજનું પંચધાતુનું કંગન ચમત્કારિક મનાય છે. જેની પુજા વિધિ બાદ જ ગામમાં કોઈપણ તહેવારની ઉજવણી કરવામાં આવે છે.
2 ગામમાં હોળી ન પ્રગટાવવા દેતાં વાતાવરણ તંગ બન્યું હતું.
લિંગા ગામનાં રાજવી છત્રસિંહ ભવરસિંહ સૂર્યવંશીનું પંચધાતુંનું કંગન કોઈક શખ્સ ચોરી જતાં રાજા દ્વારા કંગન જ્યાં સુધી પાછું ન મળે ત્યાં સુધી હોળી ન પ્રગટાવવાનો આદેશ આપ્યો હતો. કંગનની શોધખોળ માટે રાજા સહિત ગ્રામજનો કામે લાગ્યાં હતાં. જેમાં, રાણી ઉપર આરોપ પ્રત્યારોપણ પણ થયા હતા. જેનાં કારણે રાજાને જેલનાં સળિયા પાછળ જવાનો વારો આવ્યો હતો. જોકે, હોળી તહેવારનાં ઘણાં દિવસો બાદ આ કંગન મળી ગયું હતું. હવે રાજા પોતાના ગ્રામજનો દ્વારા પંચધાતુની પુજા વિધિ બાદ તહેવારની ઉજવણી કરે છે. અને આ વર્ષે પણ કંગનની પુજા બાદ રાજા હોળીની ઉજવણી કરશે.
આ પણ વાંચો: રાજ્ય સરકારે હોળીના તહેવારને લઇ અગત્યની માર્ગદર્શિકા પાડી બહાર
લિંગા ગામે કંગનની પુંજા બાદ હર્ષોલ્લાસ સાથે હોળી પ્રગટાવવામાં આવશે
રાજવીએ ETV ભારતનેે જણાવ્યું હતું કે, તેઓ કંગનની પુજા વિધિ બાદ હોળી પ્રગટાવશે. હોળી તહેવાર ડાંગીઓ માટે ફક્ત રંગોળી રમવા માટે નો જ નહીં પરંતુ. આસ્થા અને માન્યતાઓનો તહેવાર છે. ડાંગીઓ મન ભરીને આ તહેવારની ઉજવણી કરે છે. લોકોની પોતાની માન્યતાઓ પૂર્ણ થાય તો તેઓ ખુશ થઈ હોળીને વધાવે છે. આદિવાસી પરંપરા મુજબ નાચગાન અને પુજા વિધિ થાય છે. હોળીને 5 દિવસ સુધી સળગતી રાખવામાં આવે છે. જેને સ્થાનિક ભાષામાં પાચકા તરીકે ઓળખવામાં આવે છે. પાચકા દરમિયાન ગામનાં પુરુષો રોજ રાત્રીએ હોળી પ્રગટાવેલ સ્થાને હોળીની રખવાળી કરે છે.