- કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ અર્જુન મોઢવાડીયાની ઉપસ્થિતમાં કોંગ્રેસી કાર્યકર્તાઓની સભા યોજાઈ
- મતદારોને રીઝવવા માટે તમામ પ્રયત્ન હાથ ધરવામાં આવ્યા
- કપરાડા અને ડાંગ બેઠક પર વિધાનસભાની પેટાચૂંટણીનો મુકાબલો
ડાંગઃ ગુજરાત રાજ્યમાં પેટા ચૂંટણીનો સિનારિયો પરફેક્ટ બેસ્યો છે. રાજકીય પાર્ટીઓ એડીચોટીનું જોર લગાવવા રાષ્ટ્રીય અને પ્રાદેશિક દિગ્ગજોને મેદાને ઉતારી દીધા છે, ત્યારે જળ જંગલ અને જમીન સાથે જોડાયેલા આદિવાસી પંથક એવા ડાંગ જિલ્લામાં પણ દિગ્ગજ નેતાઓને ઉતારીને મતદારોને રીઝવવા માટે તમામ પ્રયત્ન હાથ ધરવામાં આવ્યા છે. આહવા ખાતે કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ અર્જુન મોઢવાડીયાની ઉપસ્થિતમાં કોંગ્રેસી કાર્યકર્તાઓ સાથે સભા યોજાઈ હતી.
કપરાડા અને ડાંગ બેઠક વિધાનસભાની પેટાચૂંટણી
દક્ષિણ ગુજરાતમાં વલસાડ જિલ્લાની કપરાડા અને ડાંગ જિલ્લાની આદિવાસી બેઠક ઉપર વિધાનસભાની પેટાચૂંટણીનો ખરાખરીનો મુકાબલો જામ્યો છે. જેમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો જંગ જામ્યો છે. ત્યારે લોકશાહીનાં દેવ સમાન ગણાતા મતદારોને કઈ રીતે રીઝવવા અને ભાજપની નિષ્ફળતા કઈ રીતે લોકો સમક્ષ લઈ જવી આ બધી બાબતો અંગે કાર્યકરોને સમજણ આપવા કોંગ્રેસનાં પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયા બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.
અર્જુનભાઈ મોઢવાડિયાએ ભાજપ પર આકરા પ્રહાર કર્યા
અર્જુનભાઈ મોઢવાડીયાએ કોંગ્રેસથી નારાજ થયેલા ડાંગ જિલ્લાનાં કદાવર નેતા ચંદરભાઈ ગાવીતને મનાવી લેતા ફરી જિલ્લામાં કોંગ્રેસનું વાતવરણ બંધાયુ હતુ. જેની સાથે અર્જુનભાઈ મોઢવાડિયાએ ભાજપ પર આકરા પ્રહાર કરીને કોંગ્રેસની ગાથાઓનું ગાણુ ગાયુ હતુ. દેશનાં પ્રથમ હકદાર આદિવાસી છે. ભાજપ દેશને લૂંટવા નીકળ્યો છે, જેમાં આપણા લોકોના ભાગલા પાડવાની નીતિ ભાજપ ચલાવી રહ્યા છે.
આદિવાસીઓનાં અભ્યાસ સમયે અને આરોગ્ય સમયે ભાજપ ક્યા હતુ? આદિવાસીઓને હક આપનારા કોંગ્રેસ પક્ષ છે. જળ જંગલ અને જમીનનાં માલિક બનાવ્યા અને ભાજપે ખરીદ વેચાણ સંઘ બનાવી ચૂંટાયેલા પ્રતિનિધિનું શોષણ કર્યું હતુ. ધારાસભ્યને 50 કરોડની ઓફર કરનારા ભાજપ ડૂબી મરો અને તમામ યોજના કોંગ્રેસે બનાવી એવી ચૂંટણીલક્ષી વાતો ઉચ્ચારતા ડાંગ જિલ્લાનાં રાજકારણમાં ગરમાવો ફેલાયો છે.