ETV Bharat / state

Gujarat Supply Department: ડાંગના ચિચધરા ખાતે સસ્તા અનાજની દુકાનમાં ઓછું અનાજ આપતા હોવાની ફરિયાદ

ડાંગના આહવા તાલુકાના ચિચધરા ગામે સસ્તા અનાજની(Gujarat Supply Department ) દુકાનમાંથી પૂરતું અનાજ ન અપાતી હોવાની ફરિયાદ ઉઠી છે.ગામ જનોની એવી પણ ફરિયાદ છે કે કોરોના કાળમાં સરકારે આપેલ મફત અનાજ પણ તેમને નથી મળ્યું. ડાંગ જિલ્લામાં સસ્તા અનાજની દુકાનમાં લાભાર્થીને ઓછું અનાજ (Public distribution system )આપી બારોબાર કળાબજાર થતું હોવાની અગાઉ પણ અનેક ફરિયાદ થઈ છે.

Gujarat Supply Department: ડાંગના ચિચધરા ખાતે સસ્તા અનાજની દુકાનમાં ઓછું અનાજ આપતા હોવાની ફરિયાદ
Gujarat Supply Department: ડાંગના ચિચધરા ખાતે સસ્તા અનાજની દુકાનમાં ઓછું અનાજ આપતા હોવાની ફરિયાદ
author img

By

Published : Jan 5, 2022, 4:44 PM IST

ડાંગ : જિલ્લાના ચિચધરા ગામે આવેલ સસ્તા અનાજની દુકાનમાં દુકાન સંચાલક દ્વારા (Gujarat State Civil Supplies Corporation )ઓછું અનાજ આપતા હોવાની ફરિયાદ ઉઠી છે. ગામ જનોની એવી પણ ફરિયાદ છે કે કોરોના કાળમાં સરકારે આપેલ મફત અનાજ પણ તેમને નથી મળ્યું. ગરીબીમાં લાચાર લોકો અવાજ ઉઠવતા નથી ત્યારે ચાર ગામના લોકોને તેમના હકનું અનાજ મળે એ માટે(One Nation One Ration Card) આંતરરાષ્ટ્રીય દોડવીર સરિતા ગાયકવાડનો ભાઈ લોકોને ન્યાય અપાવવા આગળ આવ્યો છે.

લોકોના હકનું અનાજ બારોબાર વેચી મારવાની ફરિયાદ

ડાંગ જિલ્લામાં સસ્તા અનાજની દુકાન સંચાલકો દ્વારા ગરીબ આદિવાસી લોકોના હકનું અનાજ બારોબાર(Gujarat Supply Department ) વેચી મારવાની અનેક ફરિયાદ થતી હોય છે ત્યારે રમત ક્ષેત્રે દેશ અને દુનિયામાં ડાંગનું નામ રોશન કરનારી આંતરરાષ્ટ્રીય દોડવીર ગોલ્ડન ગર્લના નામથી ઓળખાતી સરિતા ગાયકવાડના ગામ કરાડીઆંબામાં પણ લોકોને પુરેપુરૂ અનાજ મળતું નથી તેવી ફરિયાદ કરી રહ્યા છે. આહવા તાલુકાના ચિચધરા ગામની સસ્તા અનાજની દુકાનમાં કરાડીઆંબા, ચિચધરા, કડમાળ અને થોરપાડા એમ ચાર ગામના લોકો સરકારની યોજનાનો લાભ લઈ રહ્યા છે, જોકે ગરીબ અને અક્ષરજ્ઞાન ન હોવાને કારણે દુકાન સંચાલક આવા કાર્ડ ધારકો ને ઓછું અનાજ આપે છે, અને કોરોના કાળમાં સરકાર દ્વારા અપાતું મફત અનાજ પણ કોઈને આપવામાં આવતું નથી.

આ પણ વાંચોઃ rajkot aiims director said to: ઓમિક્રોન શરીરમાં વેક્સિનનું કામ કરી રહ્યું છે

અનાજ બારોબાર વેચી રહ્યા હોવાનું લોકો જણાવ્યું

આ દુકાનધારક અનાજ બારોબાર વેચી રહ્યો હોવાનું લોકો જણાવી રહ્યા છે. અને આ અંગે તપાસ કરી લોકોને પૂરેપૂરું અનાજ મળે તેવી વ્યવસ્થા કરવા પુરવઠા વિભાગ પાસે માંગ કરે છે. કરાડીઆંબા ગામના લોકોની ફરિયાદ ઉઠતા આહવા તાલુકા મામલતદાર યુ.વી.પટેલે કહ્યું છે કે જો આવું કઈક થતું હોય તો એ ખોટું છે, આ અંગે યોગ્ય તપાસ કરવામાં આવશે અને જરૂર જણાય તો કાર્યવાહી પણ કરવામાં આવશે.
કળાબજાર થતું હોવાની અગાઉ પણ અનેક ફરિયાદ થઈ

ઉલ્લેખનીય છે કે ડાંગ જિલ્લામાં સસ્તા અનાજની દુકાનમાં લાભાર્થીને ઓછું અનાજ આપી બારોબાર કળાબજાર થતું હોવાની અગાઉ પણ અનેક ફરિયાદ થઈ છે, પરંતુ આ બાબતે ગામમાં કોઈ અવાજ ઉઠાવતું નથી ત્યારે, ગુજરાત અને ડાંગનું ગૌરવ સરિતા ગાયકવાડનો ભાઈ ધનેશ્વર ગાયકવાડ ચાર ગામના ગરીબ લોકોને તેમનો હક આપવવા આગળ આવ્યો છે.

આ પણ વાંચોઃ PM Modi rallies cancelled: "અપને સીએમ કો થેંક્સ કહના, કી મેં ભટિંડા એરપોર્ટ તક ઝિંદા લોટ પાયા"

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.