ETV Bharat / state

ડાંગ જિલ્લાનાં ગીરા ધોધ અને કિલાદ કેમ્પ પ્રવાસીઓ માટે ખુલ્લાં મુકાયા - news in Kilad Camp in Dang

રાજ્યમાં કોરોના વિસ્ફોટને લઈને ડાંગ વહિવટી તંત્રએ 22 નવેમ્બરે મહત્વપૂર્ણ નિર્ણય લીધો હતો. કોરોનાં વાઇરસનું સંક્રમણ ફેલાતું અટકાવવા માટે દક્ષિણ વન વિભાગના ગીરા ધોધ અને કિલાદ કેમ્પ સાઇડ સહિત બોટાનીકલ ગાર્ડન પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવ્યા હતાં. જેમાંથી હવે ગીરા ધોધ અને કિલાદ કેમ્પ સાઈડને ચાલુ કરવામાં આવેલ છે.

Dang
ડાંગ જિલ્લાનાં ગીરા ધોધ અને કિલાદ કેમ્પ પ્રવાસીઓ માટે ખુલ્લાં મુકાયા
author img

By

Published : Dec 7, 2020, 4:01 PM IST

  • નવેમ્બરમાં દક્ષિણ વન વિભાગના જોવા લાયક સ્થળો કરવામાં આવ્યા હતા બંધ
  • ઉત્તર વન વિભાગના તમામ પ્રવાસન સ્થળો હતા ચાલુ
  • પ્રવાસીઓને ધ્યાને લેતા તંત્ર દ્વારા ફરીવાર ગીરા ધોધ અને કિલાદ કેમ્પ સાઈડ ચાલુ

ડાંગ : રાજ્યના છેવાડે આવેલ ડાંગ જિલ્લાનું સૌંદયમય વાતાવરણ માણવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતાં હોય છે. અહીં ગિરિમથક સાપુતારા સહિત ગીરા ધોધ ગુજરાતમાં પ્રવાસીઓ માટે પહેલી પસંદગી છે. ત્યારે હાલમાં વર્તમાન પરિસ્થિતિ દરમિયાન કોરોનાં વાઈરસનું સંક્રમણ જોતાં ડાંગ જિલ્લા દક્ષિણ વન વિભાગ હસ્તકનાં ગીરા ધોધ, બોટનીકલ ગાર્ડન, કિલાદ કેમ્પ સાઇડ પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવ્યાં હતી. અહીં પ્રવાસીઓને અટકાવવા માટે હોમ ગાર્ડ તૈનાત કરવામાં આવ્યાં હતાં.

ડાંગ જિલ્લાનાં ગીરા ધોધ અને કિલાદ કેમ્પ પ્રવાસીઓ માટે ખુલ્લાં મુકાયા
દક્ષિણ વન વિભાગના જોવાલાયક સ્થળો પ્રવાસીઓ માટે ફરી ખુલ્યા
ડાંગ જિલ્લા દક્ષિણ વન વિભાગ હસ્તક ગીરા ધોધ અને કિલાદ કેમ્પ સાઈડને ફરીવાર ખુલ્લાં મુકવામાં આવ્યાં છે. પ્રવાસીઓના ઘસારાને ધ્યાને લેતાં આ બન્ને સ્થળો નવેમ્બર માસમાં બંધ કરવામાં આવ્યાં હતાં. જોકે, ઉત્તર વન વિભાગના તમામ સ્થળો પ્રવાસીઓ માટે ચાલું છે. જ્યારે સાપુતારા પણ પ્રવાસીઓ માટે ચાલુ રાખવામાં આવેલ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.