ડાંગઃ સમગ્ર દેશભરમાં લોકડાઉનની સ્થિતિ છે, ત્યારે રાજ્ય સરકારે મધ્યમ વર્ગીય પરિવારોને રાશન આપ્યા બાદ સંવેદનશીલ નિર્ણય લઇ APL-1 કાર્ડ ધારકોને એપ્રિલ મહિનાનું રાશન વિનામૂલ્યે આપવાનો નિર્ણય લીધો છે.
આ નિર્ણયને લઇને ડાંગ જિલ્લાના આહવા, વધઇ અને સુબીર તાલુકાના કુલ-5,520 પરિવારો કે જેમને રાષ્ટ્રિય અન્ન સુરક્ષા ધારા હેઠળ રાશન મળવા પાત્ર નથી તેઓ પણ રાશન મેળવી શકશે.
આ યોજના અંતર્ગત APL-1 રેશનકાર્ડ ધારક પરિવારને કાર્ડ દીઠ 10 કિલો ધઉં, 3 કિલો ચોખા, 1 કિલો ખાંડ, 2 કિલો ચણાદાળ આપવામાં આવી હતી. ડાંગ કલેકટર એન.કે.ડામોરે જણાવ્યું હતું કે રાજ્ય સરકારે મધ્યમવર્ગીય પરિવારો માટે સંવેદના સભર નિર્ણય લીધો છે.
મધ્યમવર્ગીય પરિવારો પોતાની જરૂરિયાતો આસાનીથી સંતોષી શકે છે. તેઓ દેશહિતમાં આ યોજનાનો લાભ ન ઉઠાવે અને ફક્ત આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહેલા પરિવારો જ રાશન મેળવે તે વધુ યોગ્ય છે
50 ટકાથી વધુ મધ્યમ વર્ગીય પરિવારોએ સરકારની યોજનાનો લાભ લીધો હતો. હાલમાં કોરોના ઈફેક્ટની સાવધાની રાખતા અનાજ મેળવતા લાભાર્થીઓએ સોશિયલ ડિસ્ટન્સ જાળવી સહકાર આપ્યો હતો.