- ડાંગના ખેડૂતો સાથે સરકારી યોજનાઓની લોભામણી લાલચો આપી હજારોની છેતરપિંડી
- ભાવનગરની કૃષિ અને ગ્રામીણ વિકાસ પરિષદ સંસ્થા દ્વારા ખેડૂતોને લાલચ અપાઈ
- સરકારી યોજનાઓનાં લાભ આપવા માટે ખેડૂતો જોડે હજારો રૂપિયાની ઉઘરાણી કરવામાં આવી હતી
ડાંગઃ ખેતીના સાધન અને ઓજારો તથા ઘર સહાય જેવી યોજનાનો લાભ આપી ખેડૂતો જોડે પેસા લેવામાં આવ્યાં હતા. મળતી માહિતી અનુસાર ભાવનગરની કૃષિ અને ગ્રામીણ વિકાસ પરિષદ સંસ્થા કે જેની સબ બ્રાન્ચ તાપી જિલ્લામાં આવેલી છે. કૃષિ અને ગ્રામીણ પરિષદ તાપી જિલ્લાના દિલીપભાઈ ચૌધરી, દિલીપ ગામીત, અનિલાબેન અને દિપક દ્વારા ડાંગ જિલ્લાના અલગ અલગ વિસ્તારના કુલ 800થી પણ વધારે ખેડૂતોને સરકારી યોજાયોની સીધી સહાય આપવાના નામે ખેડૂતો જોડે હજારો રૂપિયા લેવામાં આવ્યાં છે. ગાંધીનગર થી આદિજાતિ વિકાસ કમિશનર દ્વારા સીધા ખેડૂતોને યોજનાઓનો લાભ આપવાની લોભામણી લાલચો આપીને ખેડૂતો જોડે પૈસાની ઉઘરાણી કરવામાં આવી છે.
ખેડૂતો જોડે સરકારી યોજનાઓની લોભામણી લાલચો આપીને પૈસા લેવામાં આવ્યાં
ડાંગ જિલ્લાનાં શામગહાન, મુરબી, ખાતળ, માછળી, નિમ્બરપાડા, ગુંદવહળ, જાખાના વગેરે દરેક તાલુકાના અલગ અલગ 800 થી પણ વધુ ખેડૂતોને સરકારી યોજનાઓ ના લાભ આપવાની લાલચો આપીને પેસા લેવામાં આવ્યાં હતાં. માનવ ગરિમા યોજના, મફત તબીબી સહાય યોજના, કુંવરબાઈ મામેરું યોજના, વ્યક્તિગત મકાન સહાય યોજના, ખેત મજૂર ઓજાર સહાય યોજના માટે 320 રૂપિયા તથા કૃષિ અને ગ્રામીણ વિકાસ પરિષદનાં પત્રકાર બનવાનાં 1200 રૂપિયા તેમજ અન્ય સહાય યોજનો માટે અલગ અલગ ભાવ સાથે ખેડૂતો જોડે છેતરપીંડી કરવામાં આવી છે.
ખેડૂતો સાથે છેતરપીંડી થતાં ખેડૂતોમાં આક્રોશ
કૃષિ અને ગ્રામીણ વિકાસ પરિષદ દ્વારા ખેડૂતોના હિતમાં કામ કરતાં હોવાનું જણાવી સરકારી યોજનાઓનો સીધો લાભ આપવાની જાહેરાતથી પૈસા લેવામાં આવ્યાં હતાં. જે બાદ હવે ખેડૂતોને આ દરેક બાબતે દગો થયાનું જાણ થતાં ખેડૂતોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. ખેડૂતો દ્વારા આ સંસ્થાનો કોન્ટેક કરતાં કોઈપણ જવાબ આપવામાં આવતો નથી. તેમજ ખેડૂત પાસેથી દસ્તાવેજ ભેગા કરનાર તમામ લોકોનાં નંબરો હવે બંધ આવે છે.
ગુંદવહળ ગામનાં તુળસ્યાભાઈ લહરે જણાવે છે કે વઘઇ તાલુકામાં કૃષિ અને ગ્રામીણ વિકાસ પરિષદની મીટીંગ યોજવામાં આવી હતી. જેમાં આ સંસ્થા દ્વારા સાધન સહાયની યોજનાઓ આપવાની લાલચ આપી 320 રૂપિયા સાથે ખેડૂતો જોડે ફોર્મ ભરાવવામાં આવ્યાં હતાં. જે બાદ અઠવાડિયામાં સાધન મળી જશે તેમ જણાવ્યું હતું. જે બાદ બે મહિના અને હવે બે વર્ષનો સમયગાળો થઈ ગયો હોવાં છતાં પણ ખેડૂતોને સાધન સહાય આપવામાં આવેલી નથી. નડગચોંડ ગામના ખેડૂત રતનભાઈ સયાજીભાઈ જાદવ જણાવે છે કે આ સંસ્થા દ્વારા ખેડૂત સહાય અને લોન આપવાની લાલચ આપીને પૈસા લેવામાં આવ્યાં હતાં. નિમ્બારપાડા ગામનાં ભોવાનભાઈ જણાવે છે કે તેમને ઘરની સહાય આપવાની લાલચ આપીને પૈસા લેવામાં આવ્યાં હતાં જે આજદિન સુધી તેઓને મળેલ નથી.
સંસ્થા દ્વારા ખેડૂતોને સહાય આપવામાં આવશે, કોરોનાના કારણે વિલંબ
સરકારી યોજનોના લાભ આપવા બાબતે ખેડૂતો જોડેથી પૈસા પડાવી લેનાર કૃષિ અને ગ્રામીણ વિકાસ પરિષદ ભાવનગર નાં મુખીયા બળવંતભાઈ ઠોડિયા સાથે વાતચીત કરતાં તેઓએ જણાવ્યું હતું કે ખેડૂતોને સહાય આપવામાં વિલંબ થયો છે. બધી ફાઇલ ગાંધીનગર મોકલી દેવામાં આવી છે. કોરોનાં અંગેની પરિસ્થિતિ થાળે પડે એટલે ખેડૂતોને ન્યાય આપવામાં આવશે. તેમજ સરકારી યોજનોનાં લાભ અંગે પેસા લેવા બાબત ઉપર તેમણે જણાવ્યું હતું કે સંસ્થાનાં સભ્ય પદ માટે પેસા લેવામાં આવ્યાં હતાં. જ્યારે હકીકતમાં ખેડૂતોને લોલીપોપ આપીને પેસા પડાવવામાં આવ્યાં છે. ખેડૂતો જોડે પેસા ઉઘરાણી બાબતે તેમણે સમગ્ર ભાર દિલીપ ચૌધરી નામનાં ઈસમ ઉપર ઢોળી ધીધો હતો. પૈસા લેવા અંગે તેનાં નામે ભાવનગર પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. તેમજ સંસ્થા માંથી સસ્પેન્ડ કરવામાં આવ્યો છે તેમ જણાવ્યું હતું.
ખેડૂતો જોડે અન્યાય થતાં ન્યાયની માંગણી
ડાંગ જિલ્લામાં આવેલા ત્રણે તાલુકાનાં 800 થી પણ વધારે ખેડૂતો જોડે સરકારી યોજનોનો લાભ આપવાની લોભામણી લાલચ આપીને પૈસા પડાવી લેવામાં આવ્યાં છે. જે બાબતે ખેડૂતો ન્યાય ની માંગણી કરી રહ્યા છે. ખેડૂતોને યોગ્ય માર્ગદર્શન, સરકાર દ્વારા ચાલતી સંસ્થાઓ થકી ખેડૂતો લાભથી વંચીત તથા યોજનાઓથી અજાણ તેમજ ગ્રામ પંચાયતની અયોગ્ય કામગીરીથી ખેડૂતો ગરેમાર્ગે દોરાયાં છે. ત્યારે કૃષિ અને ગ્રામીણ વિકાસ પરિષદ સંસ્થા જેવાં લેભાગુ તત્વોથી ખેડૂતોને ન્યાય મળશે કે કેમ તે મોટો પ્રશ્ન છે.
ડાંગમાં સરકારી યોજનોનો લાભ આપવાની લાલચે ખેડૂતો જોડે હજારો રૂપિયાની છેતરપિંડી
ખેતીના સાધન અને ઓજારો તથા ઘર સહાય જેવી યોજનાનો લાભ આપી ખેડૂતો જોડે પેસા લેવામાં આવ્યાં હતા. મળતી માહિતી અનુસાર ભાવનગરની કૃષિ અને ગ્રામીણ વિકાસ પરિષદ સંસ્થા કે જેની સબ બ્રાન્ચ તાપી જિલ્લામાં આવેલી છે. કૃષિ અને ગ્રામીણ પરિષદ તાપી જિલ્લાના દિલીપભાઈ ચૌધરી, દિલીપ ગામીત, અનિલાબેન અને દિપક દ્વારા ડાંગ જિલ્લાના અલગ અલગ વિસ્તારના કુલ 800થી પણ વધારે ખેડૂતોને સરકારી યોજાયોની સીધી સહાય આપવાના નામે ખેડૂતો જોડે હજારો રૂપિયા લેવામાં આવ્યાં છે.
Dang