ETV Bharat / state

ડાંગમાં માતા-પિતાની છત્રછાયા ગુમાવનાર બાળકો માટે આધારરૂપ બની પાલક માતા-પિતા યોજના - Dang news

ડાંગઃ જે બાળકો પાસે જીવન જીવવા માટે કોઈ આધાર નથી. તેવાં બાળકોના હિત માટે સરકાર દ્વારા પાલક માતા-પિતા યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના અંતર્ગત પાલક પિતાને સરકાર દ્વારા આર્થિક સહાય આપવામાં આવે છે. જેથી તે બાળકની જવાબદારી ઉઠાવવાની સાથે તેના ભવિષ્યને પણ સુરક્ષિત કરી શકે. આ યોજનાનું ઉત્તમ ઉદાહરણ ડાંગ જિલ્લામાં જોવા મળે છે.

ETV BHARAT
author img

By

Published : Sep 19, 2019, 4:03 AM IST

આહવામાં આવેલાં આબાંપાડા વિસ્તારમાં રહેતી 8 વર્ષીય સારિકાના માતા -પિતાનું માંદગીમાં મૃત્યુ થયું. નાનકડી સારિકાનો એકમાત્ર આધાર છીનવાઈ ગયો, ત્યારે સારિકાના મામા સુરેશભાઈ માહલે તેની જવાબદારી ઉપાડી.પણ તેની આર્થિક જવાબદારી ઉઠાવવામાં તેમને કટોકટીનો સામનો કરવો પડતો હતો. તે માંડ મજૂરી કરીને ગુજરાન ચલાવતા હતા. તેવામાં સારિકાની જવાબદારી ઉઠાવવામાં ઘણી મુશ્કેલી થતી હતી. તે દરમિયાન સુરેશભાઈને સરકારની પાલક માતા-પિતા યોજનાની જાણ થઈ અને તેમણે આ યોજનાનો લાભ લઈ સારિકાના જીવનને સુરક્ષિત કરવાનો નિર્ણય કર્યો.

સારિકાના મામા સુરેશને ડાંગમાં જિલ્લા બાળ સુરક્ષા એકમ, ડાંગ-આહવાની કચેરીમાં સંપર્ક કર્યો અને સંબધિત કચેરીમાંથી પાલક માતા-પિતા યોજનાની સંપૂર્ણ જાણકારી મેળવી. પાલક પિતાનું અરજીપત્રક સાથે જરૂરી પુરાવા રજૂ કર્યા. સારિકાના માતા-પિતાનો મરણનો દાખલો, ચૂંટણી કાર્ડ, આવકનો દાખલો અને તલાટી-કમ મંત્રીના દાખલા સહિતના દસ્તાવેજો રજૂ કર્યા.

આ યોજના અંતર્ગત બાળકને 18 વર્ષ સુધી અથવા અભ્યાસ કરે ત્યાં સુધી દર માસે રૂા.3000/-ની સહાય કરવામાં આવે છે. જે D B T ધ્વારા સીધી તેના બેન્ક ખાતામાં જમા થાય છે. યોજનાનો મુખ્ય ઉદ્દેશ પાલક માતા કે પિતા પર પોતાના બાળકોના ઉછેર સાથે બાળકનો વધુ બોજો ન આવે. સાથે બાળકની પ્રાથમિક જરૂરીયાતોને પૂરી કરવાનો છે.

આમ, આ યોજના દ્વારા સારિકાના પાલક પિતા સુરેશભાઇ માહલે પિતા તરીકેનો પ્રેમ અને હુંફ આપવાની સાથે તેની જરૂરિયાત અને ભવિષ્યને પણ સુરક્ષિત કર્યુ.

Intro:
અલ્પ આયુ ધરાવનાર આજના માનવીને ખબર નથી કે, આગામી ક્ષણમાં તેનું પોતાનું શુ થનાર છે. પરંતુ પોતાના બાળકોના ઉજજવળ ભવિષ્ય માટે તેઓ ઘણું બઘુ વિચારતાં હોય છે. ભલે પછી પોતે આ જીવનમાં કંઈક મેળવી શકયા ન હોય, પણ દરેક માં-બાપ પોતાના બાળકનું સર્વ શ્રેષ્ઠ હિતને ધ્યાને લઇઇ સારી અને શ્રેષ્ઠ બાબતો આપવાનો પ્રયત્ન તો કરતાં જ હોય છે. પરંતુ અચાનક કોઇક એવી દુઃખદ ઘટના કે અણબનાવ બને અને બાળકો ક્ષણવારમાં પોતાના હિતેચ્છુક માતા-પિતાને ગુમાવી દે છે. એક ક્ષણમાં હતુ ન હતું થઇઇ જાય છે. તો શું એવા બાળકોને જીવન જીવવાનો, શિક્ષણ મેળવવાનો કે પછી વિકાસ પામવાનો કોઇઇ અધિકાર નથી ? હા..... એવા નિરાધાર બનેલાં બાળકોને તેમનાં અધિકારો મેળવી આપવા તથા જીવન જરૂરીયાતની પાયાની સુવિધાઓ પુરી પાડવા માટે સરકારશ્રી ધ્વારા રાજયમાં સમાજ સુરક્ષા ખાતા ધ્વારા અમલી બનેલ " પાલક માતા-પિતા યોજના " આધારરૂપ નિવડી છે. તો આ " પાલક માતા-પિતા યોજના " બાળકો માટે કેવી રીતે આધારરૂપ બની તેની એક ઝાંખી રજુ કરવામાં આવી છે.
​ Body:ડાંગ જિલ્લાનાં આહવા ગામના, આબાંપાડા વિસ્તારમાં રહેતી બાળકી નામે સારિકાબેન કૈલાસભાઇ વારડે ઉ.વ.૦૮ જેમના પિતા નામે કૈલાસભાઇ છગનભાઇ વારડેનું અકાળે માંદગી બાદ દુઃખદ અવસાન થયેલ ત્યાર બાદ માતા સુમનબેન કે.વારડે જેમનું પણ લાંબી માંદગી દરમ્યાન તા.૨૫/૦૫/૨૦૧૪ ના રોજ અવસાન થયેલ જેથી, પ્રથમ પિતા અને ત્યાર બાદ માતાની છત્રછાયા અને તેમનો પ્રેમ ગુમાવેલ તેવા સમયે તેમને માતા-પિતાનો પ્રેમ તથા હુંફ આપવા બાળકીના મામા નામે સુરેશભાઇ મનસુભાઇ માહલે ઉ.વ.૪૫ એ સદર બાળકીની જવાબદારી પોતાના શીરે ઉપાડી લઇ તેમનું પાલન પોષણ કરવા લાગ્યા પરંતુ સુરેશભાઇ પોતે પણ એક મજુરવર્ગમાંથી આવે છે અને મજુરી કરીને પોતાના પરીવાર તેમજ અલગ ગુજરાન ચલાવી રહયા હતા આવા કટોકટીના સમયમાં વધુ એક બાળકીનું ભારણ તેમના શીરે આવી પડયું.માતા-પિતાનો ચિરાયુ વિયોગ તથા દુઃખમાંથી પસાર થઇઇ રહેલ બાળકીને તેના ભાવિ ઘડતર કરવા એક બીડુ ઝડપી લીધું. આવા સમયમાં સરકારશ્રીની " પાલક માતા-પિતા યોજના " તેમને ન કેવળ ટેકોરૂપ પણ આશીર્વાદરૂપ બની છે..
​સુરેશભાઇ મનસુભાઇ માહલેને ડાંગ જિલ્લા ખાતે અમલીકૃત એવી " પાલક માતા-પિતા યોજના "ની જાણ થતાં તેઓએ ડાંગ જિલ્લામાં આવેલ "જિલ્લા બાળ સુરક્ષા એકમ,ડાંગ-આહવા "ની કચેરી ખાતે સંપર્ક કરેલ. જયાં સંબંધિત કર્મચારીઓ ધ્વારા સરકારશ્રી ધ્વારા ચાલતી " પાલક માતા-પિતા યોજના " ની સંપૂર્ણ માહિતગાર કરેલ. જેના ફળ સ્વરૂપે બાળકીના પાલક પિતાએ અરજીપત્રક સાથે જરૂરી સાધનિક પુરાવાઓ રજુ કરેલ. સદર યોજનાના માપદંડ અંતર્ગત બાળકના માતા-પિતાનો મરણનો દાખલો, અથવા તો માતાએ પુનઃલગ્ન કરેલ હોય તો તેનું સોગંદનામું, તલાટી કમ-મંત્રીશ્રીનો દાખલો, પાલક માતા-પિતા (અરજદાર)નો આધારકાર્ડ, ચૂંટણીકાર્ડ તથા ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હોય તો રૂા.૨૭૦૦૦/- કરતાં વધુનો આવકનો દાખલો, બાળક સાથે સંયુકત ફોટો તથા બાળકના શાળાનો બોનોફાઇઇડ તથા આધારકાર્ડ રજુ કરવાનો થાય છે. જે રજુ કરેલ હતાં જે યોજના અંતર્ગત બાળકને ૧૮ વર્ષ સુધી અથવા અભ્યાસ કરે ત્યાં સુધી દર માસે રૂા.૩૦૦૦/-ની સહાય સીધી D B T ધ્વારા બેંક ખાતામાં જમાં કરવામાં આવે છે. સદર યોજનાનો મુખ્ય ઉદેશ્ય પાલક માતા કે પિતા પર પોતાના બાળકોના ઉછેર સાથે બાળકનો વધુ બોજો ન આવે સાથે બાળકની પ્રાથમિક જરૂરીયાતો જેવી કે, તેનું ભરણપોષણ અને શૈક્ષણિક જરૂરિયાતોને પહોંચી વળીને સાથે સાથે ભવિષ્ય માટે બચત પણ કરે છે.
​Conclusion:બાળકીના પાલક પિતા સુરેશભાઇ એમ. માહલે જેઓ મજુરી કરીને છેલ્લા કેટલાંક વર્ષથી સદર બાળકીને પિતા તરીકેનો પ્રેમ અને હુંફ આપી પાલન પોષણ કરતાં આવેલ જેમાં તેમને બાળકી પાછળ થતા ખર્ચને પહોંચી વળવા તથા વધુ સારી રીતે સાર-સંભાળ લેવા આ સુંદર યોજના તેમનાં અને બાળકી માટે આશીર્વાદરૂપ સાબિત થયેલ છે.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.