ગુજરાત રાજ્યના છેવાડે આવેલા ડાંગ જિલ્લાના વઘઇ ખાતે ભૂતપૂર્વ માજી સૈનિકો તેમજ દેશની રક્ષા કરતા શહીદ થયેલા સૈનિકોની વિધવા પત્ની અને પોતાની સર્વિસ પુરી કરી રિટાયરમેન્ટ થયેલા માજી સૈનિકો માટે નામદાર સરકાર પાસેથી સવલત રૂપે મળતી સહાય તેમજ માજી સૈનિકો માટે ખેતી માટેની જમીન મળવા અંગેનું જીઆરમાં પરિપત્ર જાહેર કર્યું છે. તેમ છતા ગુજરાત સરકાર દ્વારા ગુજરાતભરમાં અને ડાંગ જિલ્લાના સૈનિકો માટે અમલવારી કરાઈ નથી.
પુરા ગુજરાતના સૈનિકો અને વિધવા બહેનો આજદિન સુધી અમુક સહાયથી વંચિત રહેતા વઘઇ તાલુકાના સૈનિકો દ્વારા ગતરોજ પોતાની જીવન નિર્વાહ અંગે પડતી મુશ્કેલીઓ આંતરિક 14 વેદનાઓ લખી આવેદનપત્ર માનનીય મામાલતરને આપવામાં આવ્યું હતું.
આ જ અનુસંધાને શુક્રવારે આહવા તેમજ સુબીર તાલુકાઓમાં પણ પોતાની માંગણીઓ સાથે માજી સૈનિકો અને વિધવા બહેનોના નામ સાથે આવેદનપત્ર આપવાનો નિર્ધાર કર્યો છે. એમાં યોગ્ય સહાય વહેલી તકે મળે એવું ઉપરી કક્ષાએ રજૂઆત કરી માજી સૈનિકો તેમજ વિધવા બહેનોની માંગણીઓને ત્વરિત ધ્યાને લઇ યોગ્ય નિરાકરણ લાવવા રજૂઆત કરવામા આવી છે.