- વલસાડ અને સુરત વનવર્તુળનાં મુખ્ય વનસંરક્ષકની ઉપસ્થિતમાં કાર્યક્રમ યોજાયો
- વનવિભાગના ફ્રન્ટ લાઈનર વનકર્મીઓએને તાલીમ આપવામાં આવી
- નાયબ વનસંરક્ષકો સર્વ અગ્નિશ્વર વ્યાસ અને નિલેશ પંડ્યા પણ ઉપસ્થિત રહ્યા
ડાંગ: વલસાડના મુખ્ય વનસંરક્ષક મનીશ્વર રાજા અને સુરતના મુખ્ય વનસંરક્ષક સી.કે.સોનવણેની પ્રોત્સાહક ઉપસ્થિતિ વચ્ચે યોજાયેલા આ તાલીમ વર્ગમા દક્ષિણ ડાંગ વનવિભાગના પાયાના વનકર્મીઓ એવા રેન્જ ફોરેસ્ટ ઓફિસરો, ફોરેસ્ટરો, ફોરેસ્ટ ગાર્ડ સહિત વનકર્મચારીઓને તજજ્ઞો દ્વારા હકારાત્મક વલણ, વ્યક્તિત્વ વિકાસ, યોગા, આયુર્વેદા વિગેરે બાબતે તાલીમબદ્ધ કરાયા હતા.
આ પણ વાંચો: ગુજરાત કોમ્પો ટેક રેજીમેન્ટ NCC વડોદરા દ્વારા કમ્બાઈન્ડ એન્યુઅલ ટ્રેનિંગ કેમ્પ યોજાયો
ફ્રન્ટ લાઇન વન કર્મીઓને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજી તાલીમ બદ્ધ કરાયાં
વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોના સથવારે આયોજિત આ તાલીમ વર્ગ દરમિયાન ઉપસ્થિત ઉચ્ચાધિકારીઓએ તાલીમાર્થીઓને પ્રોત્સાહિત કરી તેમના હોસલાને બુલંદ કર્યો હતો. આ વેળા ડાંગ વનવિભાગના નાયબ વનસંરક્ષકો સર્વ અગ્નિશ્વર વ્યાસ અને નિલેશ પંડ્યા સહિત ઉચ્ચ વનાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.