ETV Bharat / state

ડાંગ જિલ્લામાં આંગણવાડીના બાળકોને સુખડીનું વિતરણ કરાયું - ડાંગ જિલ્લા કલેકટર એન.કે.ડામોર

કોવિડ-19 સામે પ્રતિકાર માટે સાવધાનીના ભાગરૂપે રાજ્ય સરકાર કટિબધ્ધ છે. ત્યારે ડાંગ જિલ્લામાં પણ કલેક્ટર એન.કે.ડામોરના માર્ગદર્શન હેઠળ માઇક્રો પ્લાનિંગ સાથે તમામ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરવામાં આવી રહી છે.

ડાંગ
ડાંગ
author img

By

Published : Jun 7, 2020, 7:00 PM IST

ડાંગઃ આંગણવાડીના નાના ભુલકાઓ ભારતનું ભવિષ્ય છે. જેથી તેમના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને આંગણવાડી બંધ રાખી તમામ બાળકોને તેમના ઘરે મે મહિનાના અંત સુધી બાલશક્તિ ટેક હોમ રાશન આપવામાં આવ્યું હતું.

પ્રોગ્રામ ઓફિસર શ્રીમતિ ભાવનાબેન ગેડિયાએ જણાવ્યું હતું કે, સરકારે બાળકોને પોષક ખોરાક મળી રહે તે માટે ગરમા ગરમ સુખડી બનાવીને તેમના ઘરે જ પહોંચાડવા માટે આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા શ્રેષ્ઠ કામગીરી કરવામાં આવી રહી છે.

જિલ્લાની તમામ આંગણવાડીના કેન્દ્રોના 3થી 6 વર્ષના 16,509 બાળકો છે. તેમના માટે અનાજ અને તેલના જથ્થાનો ઉપયોગ કરી અઠવાડિયામાં એકવાર સુખડી તૈયાર કરી બાળકદીઠ આપવામાં આવશે. જૂન મહિના સુધી સુધી આ પ્રકારની કામગીરી ચાલુ રહેશે.

ઉલ્લેખનીય છેે કે, આહવા અને વઘઇ સી.ડી.પી.ઓ.જિજ્ઞાસા ચૌધરી અને સુબીર તાલુકામાં ભાનુબેન પટેલ આંગણવાડી કેન્દ્રો ઉપરથી પૂરક પોષણના ધોરણો જળવાઇ રહે તે માટે વ્યવસ્થા સંભાળી રહ્યા છે. આંગણવાડી કાર્યકર, તેડાગર બહેનો ડાંગ જિલ્લામાં સફળતાપૂર્વક કામગીરી બજાવી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.