ETV Bharat / state

ડાંગના વઘઇ તાલુકામાં જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવને યોજાયું વ્યાપક જનજાગૃતિ અભિયાન

કોરોના સંક્રમણના વધતા જતા વ્યાપ બાબતે પ્રજાજનોમા સાચી જાણકારી અને જરૂરી માર્ગદર્શન પહોંચાડવાના ભાગ રૂપે ડાંગ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દ્વારા વ્યાપક જનજાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.

author img

By

Published : Apr 28, 2021, 10:54 PM IST

Dang news
Dang news
  • ડાંગમાં જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દ્વારા યોજાયું જનજાગૃતિ અભિયાન
  • લોકોમાં જાગૃતિ કેળવવા પ્રયાસ
  • લોકોને રસીકરણ માટે આવાહ્ન કરવામાં આવ્યું

ડાંગ: જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દ્વારા વ્યાપક જનજાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. કોરોના સંક્રમણ રોકવા સાથે પ્રજાજનોને વેક્સિનથી સુરક્ષિત કરવા બાબતે ડાયેટના પ્રાચાર્ય ડૉ. બી.એમ.રાઉત તથા તેમની ટીમે વઘઇ પાસે આવેલા ઝાવડા ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કાર્યવિસ્તાર હેઠળના ગામોમા લોકજાગૃતિ કેળવી હતી.

વ્યાપક જનજાગૃતિ અભિયાન
વ્યાપક જનજાગૃતિ અભિયાન

આ પણ વાંચો : ડાંગ જિલ્લામાં 5 દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરાયુ

વઘઇ તાલુકાના ગામડાઓમાં જાગૃતિ કેળવવાનો પ્રયાસ

આ અભિયાનના ભાગરૂપે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ઝાવડામા સમાવિષ્ટ ગામો પૈકી ડુંગરડા, બોરીગાવઠા, ચિકાર, કોયલીપાડા, વાંઝટઆંબા, વાનરચોન્ડ, ઉગા ચિચપાડા, આંબાપાડા અને ઝાવડા ગામે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓના પ્રતિનિધિઓ, સરપંચો, ગામના પોલીસ પટેલો, કારભારીઓ, ગામની આશા, આંગણવાડી કાર્યકરો, આરોગ્ય કર્મીઓ, તથા સંબંધિત શાળાના આચાર્યો સાથેની ટાસ્ક ફોર્સ કમિટિ બનાવી, તેમની સાથે જે તે ગામોમા શ્રેણીબદ્ધ બેઠકો આયોજિત કરવામા આવી હતી.

જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન
જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન

આ પણ વાંચો : ડાંગ જિલ્લા પ્રમુખ મંગળ ગાવીતે સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનાં સગાની લીધી મુલાકાત

લોકોને રસીકરણ માટે આવાહ્ન કરવામાં આવ્યું

આ દરમિયાન પાત્રતા ધરાવતા વધુમાં વધુ ગ્રામજનો રસીકરણ માટે આગળ આવે તે માટે ઝાવડા PHC સેન્ટરના લાયઝન અધિકારી અને ડાયેટના પ્રાચાર્ય ડૉ. બી.એમ.રાઉત દ્વારા આવાહ્ન કરવામા આવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.