ETV Bharat / state

ડાંગ જિલ્લા કોંગ્રેસના 8 આગેવાનોએ કેસરિયો ધારણ કરી લેતાં 6 વર્ષ માટે સસ્પેન્ડ કરાયા - motilal chaudhry

173 વિધાનસભાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસ ઉમેદવારની હાર થતાં ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિના 8 સભ્યોએ ગણપત વસાવાનાં હસ્તે કેસરિયો ધારણ કરી લીધો હતો. જે બાદ કોંગ્રેસ પ્રમુખ દ્વારા ઉચ્ચ લેવલ પર રજૂઆત કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા કોંગ્રેસનાં 8 સભ્યોનેને સસ્પેન્ડ કર્યા છે.

સસ્પેન્ડ
સસ્પેન્ડ
author img

By

Published : Jan 22, 2021, 1:51 PM IST

  • કોંગ્રેસના 8 બળવાખોર આગેવનોએ કેસરિયો ધારણ કર્યો
  • ડાંગ કોંગ્રેસ સમિતિના પ્રમુખ મોતીલાલ ચૌધરીની પ્રદેશ લેવલ પર રજૂઆત
  • પ્રદેશ લેવલથી 8 કોંગી આગેવાનોને 6 વર્ષ માટે સસ્પેન્ડ કરાયા

ડાંગ:પ્રાપ્ત વિગતો અનુસાર વિધાનસભા ની 173 બેઠક માટે 2020માં વિધાનસભાની પેટા ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં ભાજપ ઉમેદવારની જંગી બહુમતી સાથે લીડ થઈ હતી. જ્યારે કોંગ્રેસ પક્ષનાં ઉમેદવારની કારમી હાર થઈ હતી. કોંગ્રેસ નાં ગઢ ગણાતાં ડાંગ જિલ્લામાં કેસરિયો લહેરાતા અમુક કોંગી આગેવાનોને પોતાનું રાજકીય ભવિષ્ય અંધકારમાં જણાતા ડાંગ કોંગ્રેસ નાં 8 આગેવાનો એ કેસરિયો ધારણ કરી લીધો હતો.

ગણપત વસાવાની ઉપસ્થિતમાં આગેવાનો ભાજપ સાથે જોડાયા
ગત ડિસેમ્બર મહિનામાં ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિના મુખ્ય 8 આગેવાનો એ કેસરિયો ધારણ કરી લીધો હતો. કેબિનેટ મંત્રી ગણપત વસાવાની ઉપસ્થિતમાં માજી જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન ચંદર ગાવીત, સુબિર તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ બાબુભાઈ તેમજ અન્ય 6 આગેવાનોનો ભાજપમાં જોડાઈ જતાં જિલ્લાનો રાજકીય માહોલ ગરમાયો હતો.

ડાંગ કોંગ્રેસ સમિતિના પ્રમુખ દ્વારા બાગી સભ્યોને સસ્પેન્ડ કરવાની માંગ
કોંગ્રેસના 8 સભ્યોએ કેસરિયો ધારણ કરી લેતાં ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ મોતીલાલ ચૌધરી દ્વારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસમાં આ સભ્યોને કાયમ માટે પક્ષમાંથી સસ્પેન્ડ કરવા માંગ કરી હતી. જેને ધ્યાને લઇ ગુજરાત પ્રદેશ કોંગ્રેસમાંથી તાત્કાલિક અસરથી 8 સભ્યોને 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.