જિલ્લા વિકાસ અધિકારીશ્રી એચ.કે.વઢવાણિયાએ જણાવ્યું હતું કે," ડાંગ જિલ્લામાં માતા મરણ અને બાળ મરણનું પ્રમાણ ઘટાડવા લાંબાગાળાનું આયોજન કરવાથી આપણે માતાઓને બચાવી શકીશું. આરોગ્ય વિભાગના તજજ્ઞો સાથે વિસ્તૃત ચર્ચા બાદ ડાંગ જિલ્લામાં કિશોરીઓનો સર્વે કરવામાં આવ્યો હતો. કુલ 1904 બાળાઓમાં હિમોગ્લોબીન ચકાસણી કરવામાં આવી હતી. જેમાં 61 દિકરીઓ નોર્મલ જણાઈ અને 40 એનીમીયાના લક્ષણો ધરાવતી હતી. 467 અને માઈલ્ડ એનીમીયા ધરાવતી 1336 દિકરીઓ જણાઈ હતી.
આ સર્વે ઉપરથી જિલ્લાના આરોગ્ય વિભાગે કિશોરીઓમાં હિમોગ્લોબીનનું પ્રમાણ વધે તેવા પ્રયાસોના ભાગરૂપે જિલ્લામાં આહવા, સાપુતારા, વધઈ અને સુબીર ખાતે મોટા કાર્યક્રમનું આયોજન કરાયું. જેમાં એકસાથે 18,654 દિકરીઓને આયર્નની ગોળી ગળાવીને ભારતભરમાં મોટી સંખ્યામાં આયર્ન ગોળી ગળાવવાના અભિયાનને ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું હતું."
![ડાંગ જિલ્લામાં ડોટ આયર્ન ટેબલેટ અભિયાન યોજાયું](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/4272306_dang.jpg)
અધિક જિલ્લા આરોગ્ય અધિકારી શ્રીમતિ ર્ડા.મેઘા મહેતાએ જણાવ્યું હતું કે," 28 માર્ચ 2018ના રોજ થયેલા રેકોર્ડ બાદ અમારી ટીમ કિશોરીઓને નિયમિત આયર્નની ગોળી ગળાવવાની કામગીરી કરે છે. જેના ફળદાયી પરિણામ મળી રહયા છે. સતત મોનીટરીંગ દ્વારા અમે કહી શકીએ છીએ કે, 210 દિકરીઓમાં પહેલા 1.4 ટકા એનીમીયાનું પ્રમાણ હતું ,જે એક વર્ષ બાદ ઘટીને 1 ટકા રહયું છે. સાધારણ એનીમીયાના લક્ષણ ધરાવતી 7347 દિકરીઓ 48.4 ટકા હતી. એક વર્ષ બાદ 8095 એટલે કે, 48.7 રહયું છે. આમ, આયર્ન ટેબલેટ ખૂબજ અસરકારક નીવડી રહી છે. "
આ પત્રકાર પરિષદમાં આયર્ન ગોળી ગળાવવાના અભિયાનને લઈ યોજાયેલા વિવિધ કાર્યક્રમો વિશે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. જેમાં મહિલાઓને ગર્ભ રહે તે દરમિયાન કાળજી રાખવા વિશે પણ જાણકારી અપાઈ હતી.