ETV Bharat / state

ડાંગમાં વધઇ ગ્રામપંચાયત અને વહીવટીતંત્રનાં સહયોગથી અનાજ કીટનું વિતરણ કરાયું - Wadhai Gram Panchayat

રાજ્યભરમાં કોરોના મહામારીને કારણે લોકો અને દરેક ક્ષેત્રની આર્થિક સ્થિતિ પર માઠી અસર પડી છે. ઘણા લોકો બેરોજગાર બન્યા છે. ખાસ કરીને મજૂરવર્ગ આ કપરી પરિસ્થિતિમાં નિરાધાર બન્યો છે. ત્યારે, આ લોકોની મદદે ઘણી સંસ્થા અને વ્યક્તિઓ આગળ આવ્યા છે. ડાંગ જિલ્લાનાં પ્રવેશદ્વાર વઘઇનાં સિંગલ ફળીયા અને ભરવાડ ફળિયામાં ગ્રામ પંચાયત વઘઇ અને વહીવટીતંત્રનાં સહયોગથી અનાજ કીટનું વિતરણ કરવામાં આવ્યુ હતું.

ડાંગમાં વધઇ ગ્રામપંચાયત અને વહીવટીતંત્રનાં સહયોગથી અનાજ કીટનું વિતરણ કરાયું

author img

By

Published : Jul 13, 2020, 10:13 PM IST

ડાંગ: રાજ્યનાં છેવાડે આવેલા ડાંગ જિલ્લાનાં પ્રવેશદ્વાર વઘઇ ખાતે થોડા દિવસ પૂર્વે બે કોરોનાના પોઝિટિવ દર્દી નોંધાયા છે, જેઓ હાલમાં આહવા કોવિડ કેર હોસ્પિટલમાં સારવાર લઈ રહયા છે.વઘઇ નગરનાં સિંગલ ફળીયા અને ભરવાડ ફળિયામાં બે કોરોના પોઝિટિવ દર્દી સામે આવતા આ બન્ને વિસ્તારને બફરઝોન તથા કન્ટેન્ટમેંટ ઝોન વિસ્તાર તરીકે જાહેર કરી સિલ કરવામાં આવ્યા છે.

ડાંગમાં વધઇ ગ્રામપંચાયત અને વહીવટીતંત્રનાં સહયોગથી અનાજ કીટનું વિતરણ કરાયું
ડાંગમાં વધઇ ગ્રામપંચાયત અને વહીવટીતંત્રનાં સહયોગથી અનાજ કીટનું વિતરણ કરાયું

આ બન્ને પ્રતિબંધીત વિસ્તારમાં રહેતા અને રોજેરોજ મજૂરી કરી પેટયુ રળતા ગરીબ પરિવારનો સ્થિતિને ધ્યાનમાં લઈ સોમવારના રોજ વઘઇ ગ્રામ પંચાયત અને વહીવટી તંત્ર દ્વારા 55 જેટલા પરિવારોને અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ વઘઇનાં પ્રતિબંધીત વિસ્તારમાં અનાજનું વિતરણ કરતા સમયે પૂરતી તકેદારી પણ રાખવામાં આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.