ડાંગ જિલ્લા મહેસુલી કર્મચારીઓએ અધિક નિવાસી કલેક્ટરને આવેદન પાઠવ્યું છે. જેમાં તેમણે રજૂઆત કરી કે, ગુજરાત રાજ્ય મહેસુલી કર્મચારી મહામંડળ દ્વારા તેમના 17 મુદ્દાઓની માગણી પરત્વે માનનીય અધિક મુખ્ય સચિવ સાથે મુલાકાત દરમિયાન હકારાત્મક વલણ દાખવવામાં આવ્યું હતું અને નિરાકરણની ખાત્રી આપવામાં આવી હતી. પરંતુ અત્યારસુધી એક પણ મુદ્દાનું નિરાકરણ કરવામાં આવ્યું નથી. જેથી મહેસુલી કર્મચારીઓ દ્વારા 9 ડિસેમ્બર 2019થી અચોક્કસ મુદ્દતની હડતાલ પર જવાનું નક્કી કરવામાં આવ્યું છે.
મહેસુલી કર્મચારીઓની કામગીરી સિવાયની અન્ય કોઇ પણ પ્રકારની કામગીરીનો બહિષ્કાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મહામંડળ દ્વારા 8 ડિસેમ્બર 2019ના રોજ આયોજીત GPSCની પરીક્ષાનો પણ બહિષ્કાર કરવામાં આવ્યો છે.