ETV Bharat / state

‘મન હોય તો માળવે જવાય‘, ડાંગના અવિરાજ ચૌધરીએ દિલ્હી IITમાં મેળવ્યો પ્રવેશ - gujarat

ડાંગ: મન હોય તો માળવે જવાય તે ઉક્તિ ડાંગના અવિરાજ સિદ્ધ કરી છે. ગુજરાતના સૌથી વધુ આદિવાસી વસ્તી ધરાવતા જિલ્લા ડાંગના વિદ્યાર્થીઓ વિવિધ ક્ષેત્રમાં પ્રગતી સાધી રહ્યા છે. આદિવાસી લોકોનું પછાતપણું દૂર કરવાના ઉદેશ પાર પાડી જિલ્લામાં વિકાસની સાથે વિવિધ ક્ષેત્રે પ્રગતિ સાધવાના ઉચ્ચ વિચાર સાથે જિલ્લાના આહવા તાલુકાના એક વિદ્યાર્થીએ દિલ્હી IITમાં પ્રવેશ મેળવ્યો છે. થોરપાડા ગામના સામાન્ય પરિવારમાંથી આવતા અવિરાજ ચૌધરીએ સાબિત કરી બતાવ્યું છે કે ગરીબ-તવંગર જેવા કોઈ ભેદ શિક્ષણમાં નથી.

દિલ્હી I.I.T.માં પ્રવેશ મેળવનારો ડાંગનો પ્રથમ વિદ્યાથી અવિરાજ
author img

By

Published : Jul 18, 2019, 3:22 PM IST

સિદ્ધિ તેને જઈ વરે જે પરસેવે નાહ્ય. આ ઉક્તિ આજે થોરપાડા ગામના અવિરાજ ચૌધરીએ સિદ્ધ કરી બતાવી છે. સામાન્ય ખેડૂત પરિવારમાંથી આવતો અવિરાજે દિલ્હી IITમાં પ્રવેશ મેળવ્યો છે. દેશની સર્વોચ્ચ એન્જીનીયરીંગ ક્ષેત્રે લેવાતી પરીક્ષામાં 1020મો ક્રમાંક મેળવીને દેશની નામાંકિત IIT દિલ્હી ટેક્સટાઈલ ટેકનોલોજીમાં પ્રવેશ મેળવ્યો છે. નાનપણથી જ ભણવામાં હોશિયાર અવિરાજે પ્રાથમીક શિક્ષણ પોતાના ગામમાં જ લીઘું હતું. ત્યારબાદ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સંતોકબા વિદ્યામંદિર માલે ગામમાં લીધું હતું.

દિલ્હી I.I.T.માં પ્રવેશ મેળવનારો ડાંગનો પ્રથમ વિદ્યાથી અવિરાજ

અવિરાજના પરિવારમાં કુલ 11 ભાઈ-બહેનો છે. વિશાળ પરિવારમાં અવિરાજ સૌથી નાનો છે. પરિવારની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવા છતાં પણ તેમના માં બાપે પોતાના બાળકોને તરછોડ્યા નહિ. બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે આગળ વધવાની છૂટ આપી અને તેનું જ પરિણામ અવિરાજ કહી શકાય. ધોરણ 10માં જિલ્લામાં પ્રથમ ક્રમાંક મેળવનાર અવિરાજમાં વધુ ઉચ્ચ શિક્ષણ મેળવવાની મહેચ્છા જાગી. શાળામાં શિક્ષકોના માર્ગદર્શન મેળવી પોતાનો ધ્યેય નક્કી કર્યો હતો. પોતાના ધ્યેયને પ્રાપ્ત કરવા માટે તનતોડ મહેનત કરીને દિલ્લી જેવી ઉચ્ચ શિક્ષણ સંસ્થામાં પ્રવેશ મેળવ્યો છે. જે ડાંગના ઇતિહાસમાં પ્રથમ ઘટના છે.

માલેગામ વિદ્યામંદિરના ગુરુ પી .પી સ્વામી અવિરાજ ચૌધરી વિશે કહ્યુ કે, અવિરાજ દરેક વિદ્યાર્થીઓ માટે પ્રેરણા રૂપ છે. સામાન્ય પરિવારમાંથી આવતાં વિદ્યાર્થીઓ પણ ઉચ્ચ શિક્ષણ મેળવી પ્રગતિ કરવા લાગ્યા છે. અવિરાજની આ સિદ્ધિ બદલ અવિરાજના પરિવામાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો. ઘરની પરિસ્થિતિ સારી ન હોવા છતાં પણ અવિરાજના ઉજ્જવળ ભવિષ્ય માટે તેમના માબાપ અને ભાઈ બહેન ખૂબ જ સપોર્ટ કરી રહ્યા છે.

ડાંગ જિલ્લામાંથી દિલ્હી IITમાં પ્રવેશ મેળવનાર અવિરાજ ચૌધરી ETV BHARAT ભારત સાથે વાત કરતા જણાવ્યુ કે, ડાંગ ને ભારતના પછાત જિલ્લાઓમાં ગણવામાં આવે છે. પરંતુ હવે ડાંગના વિદ્યાર્થીઓ ઉત્તરોઉતર પ્રગતિ કરી રહ્યા છે. સારું શિક્ષણ પ્રાપ્ત કરીને વિદ્યાર્થીઓ આગળ વધી રહ્યા છે. અવિરાજ ભણીગણીને ડાંગના લોકોને આગળ લાવવામાં મમદરૂપ બનવાની ઈચ્છા ધરાવે છે.

Intro:ગુજરાત ના સોથી વધુ આદિવાસી વસ્તી ધરાવતા જિલ્લા ડાંગ ના વિદ્યાર્થીઓ, વિવિધ ક્ષેત્રમાં પ્રગતી સાધી રહ્યા છે. આદિવાસી વિસ્તાર ને પછાત વિસ્તાર ગણવામાં આવે છે. આદિવાસી લોકોનું પછાત પણું દૂર કરવાના ઉદેશય, પાર પાડવું. અને જિલ્લામાં વિકાસ ની સાથે વિવિધ ક્ષેત્રે પ્રગતિ સાધવાના ઉચ્ચ વિચાર સાથે ડાંગ જિલ્લાના આહવા તાલુકાના એક વિદ્યાર્થીએ દિલ્હી IIT માં પ્રવેશ મેળવ્યો છે. થોરપાડા ગામના સામન્ય પરિવાર માંથી આવતો અવિરાજ ચૌધરીએ એ સાબિત કરી બતાવ્યું છે કે ગરીબ- તવંગર જેવા કોઈ ભેદ શિક્ષણમાં નથી.

Body:સિદ્ધિ તેને જઈ વરે જે પરસેવે નહ્યા. આ ઉક્તિ આજે થોરપાડા ગામના અવિરાજ ચૌધરીએ સિદ્ધ કરી બતાવી છે. સાવ સામાન્ય ખેડૂત પરિવારમાંથી આવતો અવિરાજે દિલ્હી IIT માં પ્રવેશ મેળવ્યો છે. દેશની સર્વોચ્ચ એન્જીનીયરીંગ ક્ષેત્રે લેવાતી પરીક્ષામાં ૧૦૨૦ મો ક્રમાંક મેળવીને દેશની નામાંકિત IIT દિલ્હી ટેક્સટાઈલ ટેકનોલોજી માં પ્રવેશ મેળવ્યો છે. નાનપણથી જ ભણવામાં હોશિયાર એવા અવિરાજે પ્રાથમીક શિક્ષણ પોતાના ગામમાં જ લીઘું હતું. ત્યારબાદ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સંતોકબા વિદ્યામંદિર માલેગામમાં લીધું હતું.

અવિરાજ ના પરિવારમાં કુલ ૧૧ ભાઈબહેનો છે. વિશાળ પરિવારમાં અવિરાજ સૌથી નાનો છે. પરિવારની આર્થિક પરિસ્થિતિ સારું ન હોવા છતાં પણ તેમના માં બાપે પોતાના બાળકોને તરછોડ્યા નહિ. બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે આગળ વધવાની છૂટ આપી અને તેનું જ પરિણામ અવિરાજ કહી શકાય. ૧૦ માં ધોરણ માં જિલ્લામાં પ્રથમ ક્રમાંક મેળવનાર અવિરાજમાં વધુ ઉચ્ચ શિક્ષણ મેળવવાની મહેચ્છા જાગી. શાળામાં શિક્ષકોના માર્ગદર્શન મેળવી પોતાનો ધ્યેય નક્કી કરી દીધો. પોતાના ધ્યેયને પ્રાપ્ત કરવા માટે તનતોડ મહેનત કરીને દિલ્લી જેવી ઉચ્ચ શિક્ષણ સંસ્થામાં પ્રવેશ મેળવ્યો જે ડાંગ ના ઇતિહાસમાં પ્રથમ ઘટના છે.

માલેગામ વિદ્યામંદિર ના ગુરુ પી પી સ્વામી અવિરાજ ચૌધરી વિશે જણાવતા કહે છે કે અવિરાજ દરેક વિદ્યાર્થીઓ માટે પ્રેરણા રૂપ છે. સામાન્ય પરિવારમાંથી આવતાં વિદ્યાર્થીઓ પણ ઉચ્ચ શિક્ષણ મેળવી પ્રગતિ કરવા લાગ્યા છે. અવિરાજની આ સિદ્ધિ બદલ અવિરાજ ના પરિવામાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો. ઘરની પરિસ્થિતિ સારી ન હોવા છતાં પણ અવિરાજ ના ઉજ્જવળ ભવિષ્ય માટે તેમના માબાપ અને ભાઈ બહેન ખૂબ જ સપોર્ટ કરી રહ્યા છે.

Conclusion:ડાંગ જિલ્લામાંથી દિલ્હી IIT માં પ્રવેશ મેળવનાર અવિરાજ ચૌધરી ઇટીવી ભારત સાથે વાત કરતા જણાવે છે કે ડાંગ ને ભારતના પછાત જિલ્લાઓમાં ગણવામાં આવે છે પણ હવે ડાંગ ના વિદ્યાર્થીઓ ઉત્તરોઉતર પ્રગતિ કરી રહ્યા છે. સારું શિક્ષણ પ્રાપ્ત કરીને વિદ્યાર્થીઓ આગળ વધી રહ્યા છે. અવિરાજ ભણીગણીને ડાંગના લોકોને આગળ લાવવામાં મમદરૂપ બનવાની ઈચ્છા ધરાવે છે.

બાઈટ ૦૧: અવિરાજ ચૌધરી ( દિલ્હી IIT માં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થી)

બાઈટ ૦૨: પી પી સ્વામી ( માલગામ શાળાના ગુરુ)

બાઈટ ૦૩: સખારામ ચૌધરી ( અવિરાજ ના ભાઈ )
બાઈટ ૦૪: દર્શનભાઈ ભોયે ( અવિરાજ ના શિક્ષક )
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.