ETV Bharat / state

સાપુતારા પોલીસે મધ્યપ્રદેશના 44 મજૂરોને તેમના વતન પરત મોકલ્યા - મધ્યપ્રદેશના 44 મજૂરોને તેમના વતન મોકલ્યા

ડાંગ જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ સાપુતારા પોલીસની ટીમે મધ્યપ્રદેશનાં 44 જેટલા મજૂરોને તેમના વતન પરત મોકલ્યા હતા. સાપુતારા વિસ્તારમાં ઇંટના ભટ્ટાઓ ઉપર મજૂરી કામ કરનાર લોકોને વહીવટી તંત્રએ પાસ અને વાહનની વ્યવસ્થા કરીને તેમના વતનમાં મોકલ્યા હતા.

ડાંગ સાપુતારા પોલીસે મધ્યપ્રદેશના 44 મજૂરોને તેમના વતન મોકલ્યા

author img

By

Published : May 12, 2020, 8:46 PM IST

ડાંગ: કોરોના વૈશ્વિક મહામારીના પગલે સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે અને લોકોને જ્યાં પણ હોય ત્યાં જ સુરક્ષિત રહેવા માટે અનુરોધ કર્યો હતો. આવી સ્થિતીમાં રાજ્યના છેવાડે આવેલા ડાંગ જિલ્લામાં પણ લોકડાઉનના કારણે ઘણા મજૂરો અટવાયા છે.

જેમાં ગીરીમથક સાપુતારા વિસ્તારમાં અન્ય રાજ્યમાંથી મજૂરીકામ અર્થે આવેલા લોકો પણ લોકડાઉનમાં અટવાઈ ગયા હતા. આ સાપુતારા વિસ્તારમાં ઈંટના ભટ્ટાઓ ઉપર કામ કરતા, મધ્યપ્રદેશના 44 જેટલા મજૂરો પણ લોકડાઉનના કારણે ફસાઇ ગયા હતા.

હાલ સરકાર દ્વારા ઓનલાઇન ફોર્મ ભરીને અન્ય રાજ્યના ફસાયેલા લોકોની તપાસણી કર્યા બાદ પોતાના વતન જવાની પરવાનગી આપવામાં આવી રહી છે, ત્યારે સાપુતારા, શામગહાન વિસ્તારમાં ઇટના ભટ્ટાઓ ઉપર કામ કરનાર આ મજૂરો માટે વહીવટી તંત્ર દ્વારા પાસ અને વાહનની વ્યવસ્થા કરી આપવામાં આવી હતી.

મધ્યપ્રદેશના 44 જેટલા મજૂરોને વહીવટીતંત્રની મંજૂરી મળી જતા સાપુતારા પોલીસ મથકના PSI એમ.એલ.ડામોર સહિત પોલીસ કર્મીઓએ મજૂરોને લકઝરી બસમાં બેસાડી વતન રવાના કર્યા હતા. પોતાના વતન પરત ફરી રહેલા મજૂરોએ ડાંગ વહીવટીતંત્ર સહિત સાપુતારા પોલીસની ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.