ડાંગ જિલ્લાના લાભાર્થીઓ આજે નવા આવાસમાં ગૃહ પ્રવેશ કરશે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની (Ahwa Awas Yojana) અધ્યક્ષતામા શક્તિપીઠ અંબાજી ખાતે યોજાનારા પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) લોકાર્પણ/ખાતમુહૂર્તના રાજ્ય કક્ષાના કાર્યક્રમની સાથે સાથે, ડાંગ જિલ્લાના પણ 22 ગામોમા કુલ 52 જેટલા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગતના લોકાર્પણ અને ખાતમુહૂર્ત થઈ રહ્યું છે, ત્યારે આહવાના મહિલા લાભાર્થીઓને તેમનો આનંદ વ્યક્ત કરતા સરકારનો આભાર માન્યો છે. (Dang Pradhan Mantri Awas Yojana)
સપરિવાર રાજીખુશીથી વિતાવી શકશે આહવાના મિશનપાડા સ્થિત લાભાર્થી વિજયાબેન વસાવા અને સરલાબેન સેન્ડેને તેમને આ આવાસ મળતા તેઓ હવે તેમના પરિવાર સાથે જીવન વ્યતીત કરી શકશે તેમ જણાવ્યુ હતું. તેઓ સરકાર પ્રત્યે આભારની (Pradhan Mantri Awas Yojana benefit) લાગણી વ્યક્ત કર્યો હતો. આ બુઝુર્ગ મહિલા લાભાર્થીઓએ આવાસ મળ્યા પહેલા તેઓ કાચા ઘરમાં અનેક સમસ્યાઓ સાથે માંડ દિવસો પસાર કરતા હતા. ત્યારે સરકારી આવાસ મંજુર થતા તેઓ હવે તેમની પાછલી જિંદગી પાકા મકાનમાં સપરિવાર રાજીખુશીથી વિતાવી શકશે તેઓ સહર્ષ જણાવ્યું હતું.
866 લાભાર્થી ડાંગ જિલ્લામા છેલ્લા પાંચ વર્ષમાં કુલ 3 હજાર 866 લાભાર્થીઓને આ યોજનાનો લાભ આપવામાં આવ્યો છે. જ્યારે આગામી દિવસોમાં પણ બીજા 6 હજાર જેટલા લાભાર્થીઓને લાભાન્વિત કરવાની કાર્યવાહી ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી આવાસ યોજનાએ સમગ્ર દેશમાં માટે આ યોજના છે. જેમાં ગરીબ પરિવાર અથવા જેમની પાસે છત નથી તેમને આમનો લાભ મળે છે. ત્યારે આ મહિલાને આવાસનું ગૃહ મળતા હર્ષની લાગણી વ્યક્ત કરી હતી. (Awas launch and Khatmuhurta in Dang)